Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી ધો.10 તેમજ ધો. 12 ની બોર્ડ એક્ઝામ, બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર, પરીક્ષા આપવા જતા પહેલા વાંચી લેજો

board exam
, સોમવાર, 11 માર્ચ 2024 (09:24 IST)
આજથી શરૂ થઈ રહેલી ધો.10 તેમજ ધો. 12 ની સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ રહી છે.  પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યનાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સાબરમતી જેલમાં ધો. 10 ના 27 અને ધો. 12 ના 28 કેદીઓ પરીક્ષા આપશે. તેમજ દિવ્યાંગ બાળકો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 
 
ગયા વર્ષે ધોરણ 10, 12ના 16.49 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં 1,65,846 વિદ્યાર્થી રિપીટર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,549 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 20,438 વિદ્યાર્થી રિપીટર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થી રિપીટર છે.

અંગ્રેજી, ઉર્દુ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે 10થી 1.15 સુધી ચાલશે. આથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે. પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો છે.
 
વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલા હેલ્પલાઈન નંબર
 
બોર્ડ હેલ્પલાઇન- 1800-233-5500
જીવન આસ્થા હેલ્પલાઈન - 1800-233-3330
સ્ટેટ કંટ્રોલ નંબર- 9909036768
DEO અમદાવાદ- 9909922648
DEO અમદાવાદ ગ્રામ્ય - 9909970202
 
ધોરણ 10ની પરીક્ષા આજથી 21 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે, જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીનો છે. ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનનાં 981 કેન્દ્ર પર, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 506 કેન્દ્ર પર અને 12 સાયન્સની પરીક્ષા 147 કેન્દ્ર પર યોજાઈ રહી છે.


બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર, પરીક્ષા આપવા જતા પહેલા વાંચી લેજો 
 
 
સંચાલક, નિરીક્ષક કે બોર્ડ તરફથી મળેલી સૂચનાનું કોઈ પાલન ન કરે તો
 
સૂચના આપવા સુધી ઉત્તરવહીમાં જે લખ્યું હોય ત્યાં બે લાઈન દોરી સૂચનાનો અમલ નથી કર્યો, તેમ શેરો કરીને પરીક્ષાર્થીને ફરીથી ઉત્તરવહી લખવા આપવી.
તાકીદ આપ્યા છતાં પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીઓને મૌખિક કે કોઈ સાંકેતિક દ્વારા સંદેશો પાઠવતો હોય તો
 
પરીક્ષાર્થીનું તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું
મદદ કરવાની વિનંતી સાથે ઉત્તરવહીમાં ચલણી નોટ અથવા ચલણી નોટો મૂકી હોય તો
 
પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે
ઉત્તરવહીમાં પરીક્ષાર્થી પોતાને પાસ કરવા પરીક્ષકને વિનંતી કરતું લખાણ કે લાલચ ​કરે અને પોતાનું સરનામું ઉત્તરવહીમાં આપે ત્યારે
 
તે વિષયનું પરિણામ રદ
પરીક્ષાથી અથવા તેમના પ્રતિનિધિ વાલી ઉત્તરવહીમાં ગુણ વધારી આપવા પરીક્ષકનો સંપર્ક કરે અથવા પરીક્ષકને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હતો
 
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ
પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસે જે તે સંબંધિત વિષયને લગતી કાપલી, નોટ્સ, ટેક્સબુક નકશો હોય તો
 
સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે
પરીક્ષા દરમિયાન વિષયને લાગતું સાહિત્ય, નોંધ, લખાણ વગેરે બેન્ચ પાસેથી મળી આવે તો
 
સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે
પરીક્ષાર્થીની ઉત્તરવહીમાં લાગતું સાહિત્ય પરીક્ષકને મળી આવ્યું હોય તેવો અહેવાલ રજૂ કરવામાં આવે તો
 
સાહિત્યમાંથી લખ્યું ના હોય તો એક વિષયનું પરિણામ રદ અને લખ્યું હોય તો તમામ વિષયનું પરિણામ રદ
પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડમાંથી ઉત્તરવહી બહાર ફેંકી દીધી હોય તો
 
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ
પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ ઉત્તરવહી ફાડી નાખે અથવા લખાણ સાથે ચેડાં કરે તો
 
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ
પરીક્ષાર્થી પરીક્ષાખંડમાંથી કોઈપણ કારણસર બહાર જવાની પરવાનગી લઈને અનઅધિકૃત વ્યક્તિને મળે તો
 
તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ
પરીક્ષાર્થી પરીક્ષાખંડમાંથી ઉત્તરવહી બહાર લઈ જાય તો
 
તે પરીક્ષાનું પરિણામ રદ કરી પછીની એક પરીક્ષામાં.બેસવા દેવામાં નહિ આવે
પરીક્ષાર્થી અથવા તેના પ્રતિનિધિ પરીક્ષાખંડમાં પરીક્ષા દરમિયાન લખેલી મુખ્ય ઉત્તરવહીને બદલે બહારથી લખેલી અને ઉત્તરવહી બદલવા પ્રયત્ન કરે તો
 
જે તે પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે
ઉત્તરવહી પરીક્ષા દરમિયાન કે પરીક્ષા બાદ નિરીક્ષકને ના આપે તો
 
પરીક્ષાનું પરિણામ રદ કરી, પછીની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે અને પોલીસ કેસ કરવામાં આવશે
પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને ચીઠ્ઠી, ચબરકી કે કોઈપણ સાહિત્ય પકડીને કોપી કરાવવાનો પ્રયત્ન કરે ત્યારે
 
બંનેનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ
પરીક્ષા ખંડમાં કોઈ પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થી પાસેથી ઉત્તરવહી ઝૂંટવી લે તો
 
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ
પરીક્ષક, નાયબ મુખ્ય સમીક્ષકના રિપોર્ટ પરથી પરીક્ષાર્થી એકબીજામાંથી અન્ય રીતે ચોરી કરી છે તેવી બોર્ડની ખાતરી થાય તો
 
બંનેનું સમગ્ર પરિણામ રદ
પરીક્ષાખંડમાં નકલ કે ઉતારો કરતાં પકડાય તો
 
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ
ઉત્તરવહીના જવાબો પરીક્ષાર્થી બહારથી લખીને પરીક્ષાખંડમાં લાવે તો
 
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે
મૂળ પરીક્ષાર્થીને બદલે અન્ય વ્યક્તિ તેની જગ્યાએ પરીક્ષામાં બેસે તો
 
પરિણામ રદ કરી ત્યારબાદની બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે અને પોલીસ કેસ કરવો
પરીક્ષા સ્થળે ગેરશિસ્ત વર્તન કરવા માટે
 
તે વિષયનું પરિણામ રદ
પરીક્ષા સ્થળે મારામારી કે હિંસક કૃત્ય કરવા અથવા ઘાતક હથિયાર કે સાધન લાવ્યું હોય તો
 
પરિણામ રદ કરી કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે
ઉત્તરવહીમાં પોતાની ઓળખ માટે કોઈ પણ નિશાની કરે તો
 
જે-તે વિષયનું પરિણામ રદ
પરીક્ષાર્થી મુખ્ય ઉત્તરવહીમાં અપશબ્દોભર્યું લખાણ લખે તો
 
જે-તે વિષયનું પરિણામ રદ
વર્ગમાં સામૂહિક ચોરીના કિસ્સો ધ્યાનમાં આવે તો
 
પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે
ઉત્તરવહી પર લગાડેલા સ્ટિકરની વિગતો જાણીને લગાડેલા સ્ટિકર ઉખાડવાનો પ્રયત્ન કરે તો
 
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ
કોઈપણ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ દ્વારા સામૂહિક રીતે ગંભીર અનિયમિતતાઓ સામે આવશે તો
 
જે-તે વિષયની પરીક્ષા રદ કરાશે અને જરૂર જણાય ત્યારે આગામી તમામ પરીક્ષા રદ કરવા સુધીની શિક્ષા
સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક કે સંકેતિક રીતે ગેરરીતિનો સૂચક સંદેશ આપતો હોય તો
 
જે-તે વિષયનું પરિણામ રદ
સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી દ્વારા બિનઅધિકૃત સાહિત્ય લાવેલું દેખાય તો
 
જે-તે વિષયનું પરિણામ રદ
સીસીટીવી ફૂટેજમાં બિનઅધિકૃત સાહિત્યની આપ-લે કરતા દેખાય તો
 
બંનેનું જે તે વિષયનું પરિણામ રદ
ઉમેદવારો વર્ગખંડમાં મોબાઈલ અથવા તો અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લાવે જે સંચાલક અથવા તો સીસીટીવી ફૂટેજમાં ધ્યાને આવે તો
 
જે-તે વિષયનું પરિણામ રદ કરી પછીની બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે
પરીક્ષાર્થીને વોટ્સએપ, ઇમેલ કે સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નોપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે તો
 
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્રણ પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે
પરીક્ષાર્થીને બહારથી કોઈ લખાવે અથવા તો લખાવવાનો પ્રયત્ન કરે તો
 
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુસુફ પઠાણ : ગુજરાતના ક્રિકેટરને બંગાળથી લોકસભા ચૂંટણીમાં કેમ ઉતારાયા?