Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લવ ગુરુનાં નામથી જાણીતા પ્રખ્યાત પ્રોફેસર મટુકનાથ ફરી છે ગર્લફ્રેન્ડની જરૂર, બોલ્યા 50-60 વર્ષની સમજદાર પ્રોઢ મહિલા જોઈએ

Professor Matuknath
પટના: , રવિવાર, 29 ડિસેમ્બર 2024 (01:24 IST)
Professor Matuknath
 એક સમયે લવ ગુરૂ તરીકે દેશભરમાં જાણીતા પ્રોફેસર મટુકનાથ તેમની એક પોસ્ટના કારણે લાંબા અંતર પછી ચર્ચામાં છે. પટના યુનિવર્સિટીમાંથી રીટાયર થયા બાદ મટુકનાથ એકલતા અનુભવી રહ્યા છે અને તેથી જ તેઓ હવે પોતાના નવા જીવનસાથીની શોધમાં છે.
 
પ્રોફેસર મટુકનાથે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા પોતાના માટે ગર્લફ્રેન્ડની શોધ શરૂ કરી છે, જેથી તેમના અંગત જીવનનો નવો અધ્યાય શરૂ થઈ શકે. તમને જણાવી દઈએ કે મટુકનાથની લવ સ્ટોરી તેમની શિષ્યા જૂલી સાથે શરૂ થઈ હતી, જૂલી સાથેના તેમના સંબંધોની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ હતી, પરંતુ સમયની સાથે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ અને જૂલીએ મટુકનાથનો સાથ છોડી દીધો હતો.  
 
મટુકનાથે ફેસબુક પોસ્ટમાં શું લખ્યું?
મટુકનાથે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું, 'જરૂર છે, એક શિક્ષિત, બુદ્ધિશાળી સિત્તેર વર્ષના વૃદ્ધ ખેડૂતને 50-60 વર્ષની વયની શિક્ષિત, બુદ્ધિશાળી વૃદ્ધ મહિલાની જરૂર છે. બહુ ગમે તો ઉંમરમાં ઢીલ આપવામાં આવશે.  શરત માત્ર એટલી છે કે વાસના વગરનો  પ્રેમ આપવા લેવામાં સક્ષમ હોય.  પ્રેમ, પુસ્તકો અને પ્રવાસમાં રસ રાખો પરંતુ ટીકાથી દૂર રહે.

 
મટુકનાથે લખ્યું, 'જ્યારે પણ તે કોઈની ચર્ચા કરે છે, ત્યારે તે તેના ગુણોની વાત કરે. સાદું અને સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં પારંગત હોય. પુરુષોનો સહારો લેવાની કળામાં પારંગત હોય. જો ધ્યાન કરવામાં રસ હોય તો વાત જ શું છે ? ફાલતું વાતો ન કરતે  હોય.   પૈસાની લોભી ન હોય. સજ્જનો માટે પ્રેમ અને દુર્જનો પ્રત્યે ક્રોધથી ભરપૂર હોય. આ વૃદ્ધે  સામેની વૃદ્ધ સ્ત્રી પાસેથી આટલા ગુણોની અપેક્ષા એટલા માટે રાખી છે કારણ કે આ ગુણો તેનામાં પણ છે.
 
પ્રોફેસર મટુકનાથની આ ફેસબુક પોસ્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video: બંધ ક્રોસિંગમાં દોડાવી દીધી બાઈક, સામેથી આવી રહી હતી 200ની ગતિથી રાજધાની, મોતના મોઢામાંથી આ રીતે પરત ફર્યો