Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Manmohan Singh Death News: મનમોહન સિંહનો અંતિમ સંસ્કાર ક્યારે, ક્યા અને કેવી રીતે થશે ? સરકારી પ્રોટોકોલ પણ જાણો

Manmohan Singh death
, શુક્રવાર, 27 ડિસેમ્બર 2024 (13:51 IST)
Manmohan Singh death
Manmohan Singh Death News: દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે દુનિયાને અલવિદા કહી દીધુ. મનમોહન સિહે 92 વર્ષની વયે ગુરૂવાર(26 ડિસેમ્બર)ના રોજ દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની સૂચનાથી દેશમાં શોકની લહેર દોડી પડી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીથી લઈને દેશના અનેક મોટા નેતાઓ અને હસ્તિઓએ મનમોહન સિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. કેન્દ્ર સરકારે આજે એટલે કે 27 ડિસેમ્બરના રોજ થનારા સરકારી કાર્યક્રમ રદ્દ કરી દીધા છે.  સાથે જ સરકારે મનમોહન સિંહના નિધન પર 7 દિવસના શોક નુ એલાન કર્યુ છે.  બીજી બાજુ કોંગ્રેસે પણ પોતાના આજના બધા કાર્યક્રમ રદ્દ કરી દીધા છે.  હવે તેમના બધાના મનમાં સવાલ છે કે મનમોહન સિંહનો અંતિમ સંસ્કાર ક્યારે થશે, ક્યા થશે અને કેવી રીતે થશે ? 
 
ઉલ્લેખનીય છે કે ડો. મનમોહન સિંહ પૂર્વ પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. તેથી તેમનો અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે. સૂત્રોનુ કહેવુ છે કે મનમોહન સિંહનો અંતિમ સંસ્કાર શનિવારે એટલે કે 28 ડિસેમ્બરે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના  નિધન પર સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. જેનો મતલબ છે કે 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાજકીય શોક રહેશે.  કોંગ્રેસ પણ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના સમ્માનમાં પોતાના બધા સત્તાવાર કાર્યક્રમોને સાત દિવસ માટે રદ્દ કરી દીધા છે. 
 
ક્યારે થશે અંતિમ સંસ્કાર ?
પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનો અંતિમ સંસ્કાર શનિવારે થશે. જેની સત્તાવાર જાહેરાત આજે એટલે કે શુક્રવારે થઈ શકે છે.  ગુરૂવારે મોડી રાત્રે દિલ્હીમાં કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે મીડિયાને જણાવ્યુ, પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહનો અંતિમ સંસ્કાર શનિવારે થશે. અમે તેની સત્તાવાર જાહેરાત કરીશુ. 
 
ક્યા થશે અંતિમ સંસ્કાર ?
સૂત્રોનો દાવો છે કે દિલ્હીમાં જ પૂર્વ પીએમ મનમોહન સિંહનો અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે. મોટેભાગે દેશના પૂર્વ પ્રધાનમંત્રીઓનો અંતિમ સંસ્કાર દિલ્હીમાં જ કોઈ ખાસ સ્થળ પર થાય છે. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો અંતિમ સંસ્કાર રાજઘાટ ચોક પર જ કરવામાં આવ્યો હતો.  જો કે અનેક પૂર્વ પીએમ માટે જુદુ સમાધિ સ્થળ પણ બનાવવામા6 આવે છે.  જેવુ કે અટલ બિહારી વાજપેયીની સમાધિ સ્થળને સદેવ અટલ કહેવામાં આવે છે. જો કે પૂર્વ પીએમ મનમોહન સિંહના પરિવારની પરમિશનથી જ સ્થાનને પસંદ કરવામાં આવશે.  અનેકવાર ગૃહ રાજ્યમાં પણ અંતિમ સંસ્કાર થાય છે. અત્યાર સુધી સ્થાન ફાઈનલ થયુ નથી.  આશા કરીએ કે આજે સ્થળનુ એલાન થઈ જશે કે મનમોહન સિંહનો અંતિમ સંસ્કાર ક્યા થશે.  
 
શુ છે સરકારી પ્રોટોકોલ ?
કોઈપણ પૂર્વ પ્રધાનમંત્રીના અંતિમ સંસ્કારમાં રાજકીય પ્રોટોકૉલનુ પાલન કરવામાં આવે છે.  કોઈપણ પૂર્વ પ્રધાનમંત્રીના નિધન પર અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવ શરીરને ભારતના રાષ્ટ્રીય ધ્વજ એટલે કે તિરંગામાં લપેટવામાં આવે છે.  સાથે જં અંતિમ સંસ્કારના સમયે તેમને 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે.  એટલુ જ નહી પૂર્વ પ્રધાનમંત્રીના નિધન પર રાષ્ટ્રીય શોકનુ એ લાન કરવામાં આવે છે.  મનમોહન સિંહના નિધન પર પણ સાત દિવસના  શોકનુ એલાન છે. આ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજને અડધો નમાવેલો રાખવામાં આવશે. રાષ્ટ્રીય શોક દરમિયાન કોઈપ સમારંભ કે સાર્વજનિક કાર્યક્રમ નહી થાય. અંતિમ દર્શન માટે અંતિમ વિદાય પણ પ્રોટોકોલના હેઠળ આપવામાં આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Surat gas Leak- સુરતમાં ગેસ પાઈપલાઈન લીકેજના કારણે આગ લાગી, 4 લોકો બળીને ખાખ, 5 દુકાનો બળીને ખાખ