Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video: બંધ ક્રોસિંગમાં દોડાવી દીધી બાઈક, સામેથી આવી રહી હતી 200ની ગતિથી રાજધાની, મોતના મોઢામાંથી આ રીતે પરત ફર્યો

viral video
, શનિવાર, 28 ડિસેમ્બર 2024 (18:10 IST)
viral video
 Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને દરેક કોઈને હેરાન કરી દીધાચે.  આ વીડિયો માત્ર ચોંકાવનારો જ નથી પણ આ રેલવે ગેટ્સ પર બેદરકારી બતાવે છે. આ વીડિયોમાં એક યુવકને બાઈક પર રેલવે ગેટની નીચેથી પસાર થતા જોઈ શકાય છે જ્યારે કે બંને ગેટ પહેલાથી જ બંધ હતા જેવો તે પાટા પર પહોચે છે સામેથી તેજ ગતિથી આવતી બાઈક જોઈને તે ગભરાય જાય છે અને બાઈક છોડીને ભાગવાની કોશિશ કરે છે. સારુ રહે છે કે એ વ્યક્તિનો જીવ બચી જાય છે અને બાઈક ચકનાચૂર થઈ જાય છે.  
 
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકે રેલવે ગેટ બંધ હોવા છતા પોતાની બાઈકને આગળ વધારી. જેવો તે ગેટ પાર કરવાની કોશિશ કરે છે અચાનક એક ટ્રેન ખૂબ જ ઝડપથી તેની સામેથી પસાર થાય છે. આ ક્ષણ ખૂબ જ ખતરનાક હતી. કારણ કે યુવકે પોતાનો જીવ જોખમમા નાખીને ટ્રેન સામેથી પોતાની બાઈક કાઢી. જો કે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો.  પણ તેની બાઈક ટ્રેન એકદમ ચકનાચૂર થઈ ગઈ. 
 
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો આ યુવકની બેદરકારીની ખૂબ નિંદા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આને "મોતને આમંત્રણ આપતું પગલું" ગણાવ્યું છે. સાથે જ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આવા અકસ્માતોને રોકવા માટે કડક નિયમોની જરૂર છે અને ભારે દંડ વસૂલવાની જરૂર છે.
 
બેદરકારી મૃત્યુનું કારણ બની શકે 
આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે રેલવે ફાટક પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવું કેટલું જોખમી હોઈ શકે છે. આવા અકસ્માતોને રોકવા માટે સરકાર અને સંબંધિત સત્તાવાળાઓએ કડક પગલાં ભરવા પડશે. રેલવે ફાટક પર સુરક્ષા વ્યવસ્થા અને નિયમો લાગુ કરીને આ જોખમો ટાળી શકાય છે જે લોકો કોઈપણ પ્રકારની બેદરકારીથી રેલવે ક્રોસિંગ પાર કરવાનો પ્રયાસ કરે છે તેમના માટે આ વીડિયો એક મોટો સંદેશ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video - દુલ્હનના ઘર પર નોટ ઉડાવવા માંટે મંગાવ્યુ પ્લેન, કર્જમાં ડુબ્યો વરરાજા, ચોંકાવી દેશે આ વીડિયો