Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

LPG સિલેંડર 100 રૂપિયા થઈ શકે છે મોંઘુ સઉદી અરબમાં ગૈસની દરમાં આ મહીના 60 ટકાનો ઉછાળ

LPG gas cylinder hike
, ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (08:36 IST)
ઘરેલૂ એલપીજી સિલેંડરની કીમત આવતા અઠવાડિયા 1 નવેમ્બરનો રિવાઈજ્ડ થશે. પેટ્રોલ ડીઝલની વધતી કીમતના વચ્ચે ઉપભોક્તાને 100 રૂપિયા દર સિલેંડરનો આંચકો લાગી શકે છે. કારણ કે, એલપીજીના કિસ્સામાં, ઓછી કિંમતના વેચાણથી નુકસાન (અંડર રિકવરી) પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ કારણે તેની કિંમત વધી શકે છે.
 
સરકાર તરફથી કોઈ સબસિડી મળી નથી
સૂત્રોએ જણાવ્યું કે એલપીજી સિલિન્ડરની કિંમત કેટલી વધશે, તે સરકારની પરવાનગી પર નિર્ભર રહેશે. આ પહેલા 6 ઓક્ટોબરે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જુલાઈથી 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 90 રૂપિયાનો વધારો થયો છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને છૂટક કિંમતને કિંમત સાથે મેચ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત, આ અંતરને ભરવા માટે સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ સબસિડી આપવામાં આવી નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Guru Pushya Nakshatra 2021 - ગુરુ પુષ્ય નક્ષત્ર શુભ મુહૂર્ત, જાણો શુ ખરીદવુ જોઈએ