Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Guru Pushya Nakshatra 2021 - ગુરુ પુષ્ય નક્ષત્ર શુભ મુહૂર્ત, જાણો શુ ખરીદવુ જોઈએ

Guru Pushya Nakshatra 2021 - ગુરુ પુષ્ય નક્ષત્ર શુભ મુહૂર્ત, જાણો શુ ખરીદવુ જોઈએ
, બુધવાર, 27 ઑક્ટોબર 2021 (22:51 IST)
Guru Pushya Nakshatra 2021 :  ચંદ્રમાનુ રાશિના ચોથા, આઠમા અને બારમા ભાવમાં હાજરી અશુભ માનવામાં આવે છે. પરંતુ આ પુષ્ય નક્ષત્રના કારણે અશુભ સમય પણ શુભ મુહૂર્તમાં પરિવર્તિત થઈ જાય છે. ગ્રહોની વિપરીત સ્થિતિ હોવા છતાં આ યોગ ખૂબ જ શક્તિશાળી છે, પરંતુ એક શ્રાપને કારણે આ યોગમાં લગ્ન ન કરવા જોઈએ.  તેના પ્રભાવ હેઠળ, બધી ખરાબ અસરો દૂર થઈ જાય છે. માન્યતા અનુસાર, આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી અક્ષય રહેશે. અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી. આ શુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા, પીપળ અથવા શમીના વૃક્ષની પૂજા કરવાથી તેનું વિશેષ અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
 
ગુરુ પુષ્ય નક્ષત્રનો સમય: ગુરુવાર, 28 ઓક્ટોબર 2021 ના ​​રોજ, ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ સવારે 09:41 થી શરૂ થઈને બીજા દિવસે, 29 ઓક્ટોબર, શુક્રવારે 11:38 સુધી રહેશે.  
 
શુભ યોગ  (Shubh Yoga)   
- સર્વાર્થસિદ્ધિ યોગ.
- અમૃતસિદ્ધ યોગ.
- રવિ યોગ.
 
શુભ મુહુર્ત ( Shubh Muhurat ) 
 
- અમૃત કાલ મુહૂર્ત: સવારે 07:02 થી 08:48 સુધી રહેશે.   
- અભિજીત મુહૂર્ત: સવારે 11:42 થી બપોરે 12:26 સુધી.
- નિશિતા મુહૂર્ત: સવારે 11:16 થી બીજા દિવસે બપોરે 12:07 સુધી રહેશે 
- વિજય મુહૂર્ત: બપોરે 01:34 થી 02:19 સુધી.
- સંધ્યા મુહૂર્ત: સાંજે 05:09 થી 05:33 સુધી.
- સાંજ સંધ્યા મુહૂર્તઃ સાંજ 05:20 થી 06:36 સુધી રહેશે.
 
શુ ખરીદશો
 
સોનુ, ચાંદી, વાહન, જ્વેલરી, મકાન, ફ્લેટ, દુકાન, કપડા, શ્રૃંગારનો સામાન, સ્ટેશનરી, મશીનરી અને વહીખાતા.  
 
આ દિવસે શુ કરશો 
 
શિલ્પકલા અને ચિત્રકલાનો અભ્યાસ શરૂ કરવો, મંદિર નિર્માણ અને ઘર નિર્માણ શરૂ કરવુ, ઉપનયન સંસ્કાર પછી વિદ્યાભ્યાસ કરવો, દુકાન ખોલવી, નવો વેપાર કરવો, રોકાણ વગેરે કરવુ શુભ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pushya Nakshatra 2021-પુષ્ય નક્ષત્રમાં સોના કે ચાંદી ખરીદવાથી શું થશે ફાયદો