Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતે અગ્નિ-5 નુ કર્યુ સફળ પરીક્ષણ, 5 હજાર કિલોમીટર સુધી માર કરવામાં સક્ષમ, તેની સીમામાં આખુ ચીન અને પાકિસ્તાન

ભારતે અગ્નિ-5 નુ કર્યુ સફળ પરીક્ષણ, 5 હજાર કિલોમીટર સુધી માર કરવામાં સક્ષમ, તેની સીમામાં આખુ ચીન અને પાકિસ્તાન
, ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (11:31 IST)
5 હજાર કિમીની રેન્જ ધરાવતી અગ્નિ-5 મિસાઈલનું બુધવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ જમીનથી જમીન પર માર કરનારી બેલેસ્ટિક મિસાઈલ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ આઈલેન્ડ પરથી લોન્ચ કરવામાં આવી હતી. ખૂબ જ સટીકતાથી પ્રહાર કરનારી આ મિસાઈલની સીમામાં આખું ચીન અને પાકિસ્તાન છે
 
અધિકારીઓએ મિસાઇલના સફળ પરીક્ષણની માહિતી આપતા  જણાવ્યું હતું કે અગ્નિ-5નું સફળ પરીક્ષણ  વિશ્વસનીય ન્યૂનતમ અવરોધ ક્ષમતા મેળવવાની ભારતની નીતિને અનુરૂપ છે. ભારતે આ મિસાઈલનું વધુ એક પરીક્ષણ એવા સમયે કર્યું છે જ્યારે પાડોશી દેશ ચીન સાથે સરહદ પર દોઢ વર્ષથી વધુ સમયથી તણાવ ચાલી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાનની સરહદે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે, પરંતુ પાડોશી દેશ આતંકવાદીઓને મોકલીને વાતાવરણ બગાડવાનું ષડયંત્ર રચી રહ્યું છે.
 
અગ્નિ 5 ની ખાસ વાતો 
 
- અગ્નિ 5 ત્રણ ચરણોમાં માર કરનારી મિસાઈલ છે.
- આ 17 મીટર લાંબી, બે મીટર પહોળી છે.
- 1.5 ટન સુધીના પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
- આ શ્રેણીની અન્ય મિસાઇલોથી વિપરીત, અગ્નિ 5 એ માર્ગ અને દિશા-નિર્દેશન, વિસ્ફોટક લઈ જવાના ટોચના ભાગ અને એન્જિનની દ્રષ્ટિએ સૌથી અદ્યતન છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના ફરી બન્યો ખતરનાક, માત્ર 24 કલાકમાં 733 મોત, કેસ પણ 16 હજારને પાર