rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદીએ જેનુ કર્યુ ઉદ્દઘાટન જાણો એ 9000 એચપી ની તાકત, આફ્રિકા-યૂરોપે કરી ભારત પાસે ડિમાંડ

locomotive engine
, સોમવાર, 26 મે 2025 (13:15 IST)
locomotive engine
 
મેક ઈન ઈંડિયા મેક ફૉર વર્લ્ડ હેઠળ ભારતીય રેલવેએ 9000 હોર્સ પાવરની આત્યાધુનિક ઈલેક્ટ્રોનિક એંજિન તૈયાર કર્યુ છે. દાવો કરવામાં આવ્યુ રહ્યો છે કે સિંગલ એંજિનમાં ડબલ એંજિનની તાકત છે. ખૂબી એવી કે આફ્રિકા અને યૂરોપ જેવા દેશોએ એંજિનમાં રસ દાખવ્યો છે. 
 
ભારતે બનાવ્યો 9000 હોર્સ પાવરનુ એંજિન 
મેક ઈન ઈંડિયા પહેલ હેઠળ દેશે રેલવે ક્ષેત્રમા એક વધુ ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવી છે. હવે ભારતમાં બનેલ 9000 હોર્સ પાવરનો અત્યાધુનિક ઈલેક્ટ્રિક એંજિન સિંગલ એંજિનમાં ડબલ એંજિનનુ કામ કરશે. આ ફક્ત માલગાડીઓની ગતિ અને ક્ષમતાને જ નહી વધારે પણ ભારતના વૈશ્વિક રેલવે માનચિત્ર પર એક નવી ઓળખ પણ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે ના રોજ દાહોદમાં લોકો મૈન્યુફેક્ચર વર્કશોપનુ ઉદ્દઘાટન કરશે, જ્યા આવતા 11 વર્ષમાં લગભગ 1200 શક્તિશાળી લોકોમોટિવ એંજિન તૈયાર કરવામાં આવશે.  

 
લોકોમોટિવ એંજિનનુ રોકાણ 
આ પરિયોજના 21405 કરોડ રૂપિયાના રોકાણથી તૈયાર કરવામાં આવી રહી છે અને તેનુ નિર્માણ જર્મન કંપની સીમેંસના સહયોગથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલ પર થઈ રહ્યુ છે. આ ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી ભારતના પહેલા 9000 હોર્સ પાવરવાળા ઈલેક્ટ્રિક એંજિનનેગ્રીન સિગ્નલ આપીને દેશને સમર્પિત કરી છે.  આ એંજિન 4500 થી 5500 ટન સુધીના માલનુ વહન કરવામાં સક્ષમ રહેશે અને તેની ગતિ 120થી 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે.  
 
લોકો પાયલોટ્સ માટે આધિનિક સુવિદ્યાઓ 
નવા એંજિનમાં લોકો પાયલોટ માટે આધુનિક તકનીક અને સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેનાથી કામ કરવામાં સરળતા રહેશે અને સુરક્ષા અને સંચાલન પણ સારી રીતે કરી શકાશે. યાત્રા દરમિયાન સારી સુવિદ્યાઓ હોવાથી ચાલકોને ખૂબ સરળ રહેશે. 
 
આફ્રિકા-યૂરોપમાં થશે નિકાસ 
આ ફક્ત મેક ઈન ઈંડિયા જ નથી પણ મેક ફોર વર્લ નુ પણ ઉદાહરણ છે. પશ્ચિમ રેલવે સીપીઆરઓ વિનીત અભિષેકે જણાવ્યુ કે દુનિયામાં અનેક દેશ આ એંજિનમાં રસ બતાવી રહ્યા છે. ટૂંક સમયમાં તેનુ આફ્રિકા અને યૂરોપ જેવા દેશોમા નિકાસ શરૂ કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું પીએમ મોદીનો 26 મે ની તારીખ સાથે કોઈ ખાસ સંબંધ છે? આ દિવસે રાજકારણનો એક નવો અધ્યાય શરૂ થયો