Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IRCTC ધુમ્મસના કારણે ટ્રેન મોડી થઈ તો હવે ફ્રીમાં ભોજન મળશે જાણો શું છે આ રેલ્વેની નવી સુવિધા

IRCTC  ધુમ્મસના કારણે ટ્રેન મોડી થઈ તો હવે ફ્રીમાં ભોજન મળશે જાણો શું છે આ રેલ્વેની નવી સુવિધા
, સોમવાર, 9 ડિસેમ્બર 2024 (11:52 IST)
IRCTC New catering service- દેશભરમાં શિયાળાના હવામાનની સાથે ગાઢ ધુમ્મસ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે. આવી સ્થિતિમાં ઘણી ટ્રેનો મોડી પડી રહી છે જેના કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે, મુસાફરોને રાહત આપવા માટે ભારતીય રેલ્વેએ એક ખાસ સેવા શરૂ કરી છે. જો ટ્રેન 2 કલાક કે તેથી વધુ મોડી પડશે તો મુસાફરોને મફત ભોજન અને પાણી આપવામાં આવશે. આ સુવિધા IRCTC દ્વારા આપવામાં આવે છે અને આ પ્રીમિયમ ટ્રેન જેમકે શતાબ્દી, રાજધાની અને દુરંતો એક્સપ્રેસમાં ઉપલબ્ધ છે.
 
IRCTC ની કેટરિંગ પોલિસી
ભારતીય રેલ્વેએ ટ્રેનની મુસાફરી દરમિયાન વિલંબના કિસ્સામાં મુસાફરો માટે તેની કેટરિંગ નીતિ હેઠળ વિશેષ સુવિધા શરૂ કરી છે. શિયાળામાં ધુમ્મસ અને હિમવર્ષાને કારણે ટ્રેનો મોડી પડવી સામાન્ય બાબત છે. જો કોઈ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક કે તેથી વધુ મોડી પડે છે, તો મુસાફરોને મફત ભોજન અને પાણી આપવામાં આવશે. આ સેવા મુસાફરોની પરેશાનીઓને ઘટાડવા માટે શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને પ્રીમિયમ ટ્રેનોના મુસાફરો માટે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Muslim mob attacks Hindus in Navsari - નવસારીમાં મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કર્યો, પીડિતોએ જણાવ્યું - હુમલાખોરો મહિલાઓને 'નગ્ન કરી અને મારી નાખવા'ની ધમકી આપતા હતા