Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 22 April 2025
webdunia

દુનિયાના આ દેશોમાં નથી Waqf, ભારતમાં વક્ફ બોર્ડની કેટલી છે સંપત્તિ ? જાણીને ઉડી જશે હોશ

waqf bill
, બુધવાર, 2 એપ્રિલ 2025 (15:26 IST)
ભારતમાં રેલવે અને રક્ષા મંત્રાલય પછી સૌથી વધુ જમીન જો કોઈની પાસે છે તો તે વક્ફ બોર્ડ પાસે છે. અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલયે ડિસેમ્બર 2002માં લોકસભામાં માહિતી આપી હતી જેના મુજબ વક્ફ બોર્ડ પાસે   8,65,644 અચલ સંપત્તિઓ છે. લગભગ 9.4 લાખ એકર વક્ફની જમીનોની અનુમાનિત કિમંત 1.2 લાખ કરોડ છે. બિન સરકારી સંસ્થાના રૂપમાં વક્ફની પાસે દેશમાં સૌથી વધુ જમીન છે. વક્ફની પાસે એટલી જમીન છે જેમા દિલ્હી જેવા ત્રણ શહેરો વસી જાય. આ જ વક્ફ બોર્ડ સાથે જોડાયેલ એક્ટમાં ફેરફાર માટે કેન્દ્ર કેન્દ્ર સરકારે આજે સંસદમા બિલ રજુ કર્યુ છે.  જેના પર ચર્ચા ચાલુ છે. વિપક્ષના નેતા અને મુસલમાનોનો એક મોટો ભાગ આ બિલના વિરોધમાં છે.  
 
કયા રાજ્યમાં વક્ફની કેટલી જમીન 
 
ભારતના દરેક રાજ્યમાં એક વક્ફ બોર્ડ હોય છે જે વક્ફની સંપત્તિઓનુ નિયંત્રણ કરે છે. દેશના પાંચ રાજ્યોમાં વક્ફની પાસે સૌથી વધુ સંપત્તિ છે અને આ રાજ્ય છે - ઉત્તર પ્રદેશ, તેલંગાના, આધ્રપ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ. 
 
-  હૈદરાબાદમાં જ વક્ફ પાસે 77000 પ્રોપર્ટીઝ છે. તેથી આ શહેરને ભારતની વક્ફ રાજધાની કહેવામાં આવે છે. 
 
- તેલંગાના અને આંધ્રપ્રદેશમાં વક્ફની પાસે 1.2 લાખ સંપત્તિઓ છે. તેલંગાનાનો વક્ફ બોર્ડ દેશનો સૌથી શ્રીમંત વક્ફ બોર્ડ છે. 
- પહેલા નંબર પર ઉત્તર પ્રદેશ આવે છે. જ્યા તેની પાસે 1.5 લાખ વક્ફ સંપત્તિઓ છે.  
- કર્ણાટકના બેંગલુરુ, ગુલબર્ગા, બીધરમાં 30,000 થી વધુ વક્ફ પ્રોપર્ટીઝ 
- પશ્ચિમ બંગાળના કલકત્તા, મુર્શિરાબાદમાં ઐતિહાસિક મસ્જિદો અને મકબરા
 
સૌથી મૂલ્યવાન વક્ફ સંપત્તિવાળા રાજ્ય 
 
હૈદરાબાદ (તેલંગાણા)
દિલ્હી
અજમેર (રાજસ્થાન)
મુંબઈ (મહારાષ્ટ્ર)
 
સૌથી નવાઈની વાત એ છે કે દુનિયાના અનેક એવા આ ઈસ્લામિક દેશ પણ છે જ્યા વક્ફ નથી.. આ દેશ છે.. 
 
તુર્કી 
લિબિયા 
ઇજિપ્ત
સુદાન 
લેબનોન 
સીરિયા 
જોર્ડન 
ઈરાક 
ટ્યુનિશિયા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ હતી રતન ટાટાની અંતિમ ઈચ્છા, કેવી રીતે થશે 3800 કરોડની વહેંચણી, કોણે શુ મળશે ?