Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 February 2025
webdunia

Mahakumbh Stampede - મહાકુંભમાં કેમ મચી ભગદડ, કોણ છે જવાબદાર ? આ 5 ઓફિસરોની ભૂલથી કચડાયા લોકો, જાણો સંપૂર્ણ સ્ટોરી

Why was stampede in Mahakumbh
, ગુરુવાર, 30 જાન્યુઆરી 2025 (15:14 IST)
Why was stampede in Mahakumbh
Mahakumbh Stampede: 28 જાન્યુઆરીની મોડી રાત્રે પ્રયાગરાજન સંગમ નોઝ વિસ્તારમાં ભાગદોડ મચવાથી હડકંપ મચી ગયો.  25 જાન્યુઆરીએ મોડી રાત્રે પ્રયાગરાજના સંગમ નોઝ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે અહેવાલો અનુસાર મૃત્યુઆંક 35 થી 40 હોવાનું કહેવાય છે. મૌની અમાવસ્યાનું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ પૂર્ણ થયું હતું, પરંતુ આ મૃત્યુ માટે કોણ જવાબદાર છે તે પ્રશ્ન હજુ પણ ઉભો છે. આવો, જાણીએ કઈ ભૂલોને કારણે આ ભયંકર અકસ્માત થયો. આ માટે કયા અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે અને શા માટે? મહાકુંભમાં થયેલી નાસભાગની આખી વાર્તા જાણો.
 
સામે આવી અનેક બેદરકારી 
 
જો ભાગદોડ પહેલાની દરેક કડીને જોડવામાં આવે તો આખી વાર્તા સ્પષ્ટ થઈ જાય છે. એવું બહાર આવ્યું છે કે નાસભાગ એક ભૂલને કારણે નહોતી થઈ, પરંતુ છેલ્લા બે દિવસથી ચાલી રહેલી અનેક ભૂલોનું પરિણામ હતું. એક વર્ષ લાંબી તૈયારી અને 7,535 કરોડ રૂપિયાના ખર્ચ છતાં, મહાકુંભની વ્યવસ્થા પોલ ખુલી ગઈ. અકસ્માત માટે જવાબદાર પાંચ મહત્વપૂર્ણ અધિકારીઓ પર બેદરકારીનો આરોપ છે. તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જોકે, તપાસ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે આ અકસ્માત માટે કોણ જવાબદાર છે.
 
27 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ હતી વહીવટીતંત્રની ભૂલ 
27 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં ભારે ભીડ એકત્ર થવા લાગી હતી. 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા હોવાથી, લગભગ 1.6 કરોડ લોકો મેળામાં પહોંચી ગયા હતા. દરમિયાન, મેળાના અધિકારી વિજય કિરણ આનંદે વાયરલેસ સંદેશ મોકલીને અચાનક પોન્ટૂન બ્રિજ નંબર-7 બંધ કરી દીધો.  જેન નાસભાગનું પહેલું કારણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાગદોડ પછી 17 કલાક સુધી મેળાના વહીવટીતંત્રે ભાગદોડમાં થયેલા મોતના આંકડા અંગે કોઈ માહિતી પણ આપી ન હતી. ઘણા ભક્તો મેળા વિસ્તારમાં પોતાના સ્વજનોની શોધમાં રડતા જોવા મળ્યા.
 
5 કલાક સુધી ફંસાયેલી ભીડની ધીરજનો બાંધ તૂટ્યો 
વહીવટીતંત્રે  બ્રિજ નંબર 7 બંધ કર્યા પછી,  ભીડને પાંચ કલાક સુધી રોકી રાખી. રાહ જોઈ રહેલા લોકોની ધીરજ ખૂટી. લોકો ગુસ્સે થયા. જ્યારે લોકોએ જોયું કે SDM સદર ની ગાડી માટે પુલ ખોલવામાં આવ્યો છે, ત્યારે ભક્તો ગુસ્સે ભરાયા. ત્યાં હાજર અધિકારીઓ અને ભક્તો વચ્ચે બોલચાલ થઈ અને નાસભાગ મચી ગઈ. આ સમય દરમિયાન પોન્ટૂન બ્રિજ નંબર 13, 14 અને 15 ખોલવો પડ્યો. ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો VIP મુવમેન્ટને કારણે તેમને અનેક કિલોમીટર ચાલવાની ફરિયાદ કરી રહ્યા હતા.
 
ક્યા 5  ઓફિસરોને જવાબદાર ઠેરવાય અને કેમ ? 
- મેળા અધિકારી વિજય કિરણ આનંદને ભીડની જાણ હોવા છતાં, તેમણે સમયસર વધારાના પુલ ખોલ્યા નહીં
 
- SSP રાજેશ દ્વિવેદીની જવાબદારી  સંગમ નોઝ વિસ્તારમાં ભીડ નિયંત્રણ કરવાની હતી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા અપૂરતી હતી.
 
- મહાકુંભના DIG વૈભવ કૃષ્ણાએ ફક્ત સતર્ક રહેવા માટે વિડીયો અપીલ કરી, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ  ઠોસ વ્યવસ્થા કરવામાં આવી નહી.
 
- સેક્ટર મેજિસ્ટ્રેટ વિનય કુમાર મિશ્રાએ ક્રાઉડ મેનેજમેંટની સૂચના સમયસર આપવાની હતી  પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ ગયા.
 
- કમિશનર વિજય વિશ્વાસ પંતે માઈક પર કહ્યું કે જે સૂઈ રહેશે એ ગુમાવશે, ઉઠો સ્નાન કરો. ત્યારબાદ લોકોની હડબડી વધી. 
 
VIP મુવમેન્ટથી ભીડ વધી, રસ્તાઓ રહ્યા બંધ 
27-28 જાન્યુઆરીના રોજ કુંભ મેળામાં ગૃહમંત્રી અમિત શાહ, બાબા રામદેવ, કિરેન રિજિજુ, અરુણ ગોવિલ, અમેરિકન રોક બેન્ડ કોલ્ડપ્લેના ગાયક ક્રિસ માર્ટિન જેવા VIP મહેમાનોએ હાજરી આપી હતી. તેમની અવરજવરને કારણે, સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ઘણા માર્ગો બંધ થઈ ગયા હતા. ખાસ કરીને ઘણા પોન્ટૂન પુલ બંધ હતા. સામાન્ય ભક્તોને ઘણા કિલોમીટર ચાલવું પડ્યું. ભીડવાળા મેળામાંથી પસાર થયા પછી ભક્તોને સંગમ નાક સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ કારણોસર ભક્તોમાં રોષ હતો.
 
15 લાખ શ્રદ્ધાળુઓ, પણ સુરક્ષા કર્મચારીઓ માત્ર 1000 
સ્થળ પર હાજર ભક્તોએ જણાવ્યું હતું કે સંગમ નાક પર પ્રવેશ અને બહાર નીકળવા માટે કોઈ અલગ વ્યવસ્થા નહોતી. ભાગદોડ દરમિયાન લોકો એકબીજા પર પડતા રહ્યા. ઘટનાસ્થળે પોલીસ દળની પણ ભારે અછત હતી. 15  લાખ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે માત્ર 1000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના મતે, પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તા યોગ્ય રીતે બનાવવામાં આવ્યા ન હતા. પહેલાથી જ અસ્તિત્વમાં રહેલો પોન્ટૂન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ જ કારણ હતું કે ભાગદોડ પછી લોકોને બચવાની જગ્યા પણ ન મળી.
 
પહેલાથી જ ખબર હતી કે મૌની અમાસ પર ઉમડશે ભીડ 
આવી સ્થિતિમાં, સવાલો ઉભા થઈ રહ્યા છે કે સરકારને કહો કે વહીવટી તંત્ર સૌ કોઈ જાણતુ હતુ કે મૌની અમાવસ્યા પર મોટી ભીડ એકઠી થવાની છે. લોકોથી ભરેલી ટ્રેનોમાં ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા હતા. રેલવે એક પછી એક ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી રહી હતી. બિહાર અને મધ્યપ્રદેશની સરહદોથી લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા હતા. તેના સમાચાર મીડિયામાં સતત આવી રહ્યા હતા. આમ છતાં, વહીવટીતંત્રે મેળા વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓની સંખ્યામાં વધારો કેમ ન કર્યો?
 
સંગમ નોજના કિનારે રેતી પર સૂઈ ગયા હતા શ્રદ્ધાળુ  
મેળા ક્ષેત્રમાં જુદા-જુદા સંગઠનો તરફથી શ્રદ્ધાળુઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક ટેંટ કૈપ લગાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુ ક્યા રોકાશે આ માટે બધા પ્લાન પહેલાથી જ નક્કી હતા. તેમ છતા મૌની અમાવસ્યા પહેલા સંગમ નોજના કિનારે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુ સૂતેલા હતા. આવામાં આ સવાલ ઉઠતો હતો કે છેવટે આ શ્રદ્ધાળુઓને અહી પર સૂવાની મંજુરી કેવી રીતે આપવામાં આવી.  શ્રદ્ધાળુઓ માટે અહીથી સમય રહેતા કેમ નહી હટાવાયા ?  
 
30 પાંટૂન બ્રિજમાંથી 21 ને બંધ રાખવામાં આવ્યા 
ઉલ્લેખનીય છે કે મહાકુંભ ક્ષેત્રમાં કુલ મળીને 30 પાંટૂન બ્રિજ બનાવવામાં આવ્યા છે.  દુર્ઘટનાવાળી રાતથી એક દિવસ પહેલા એટલે કે  27-28 જાન્યુઆરીના રોજ તેમાથી ફક્ત 3 બ્રિજ ચાલુ હતા. જે રાત્રે દુર્ઘટના થઈ એ દિવસે  એટલે કે 28 જાન્યુઆરીના રોજ ફક્ત 7 પાંટૂન બ્રિઝ પરથી અવરજવરની મંજુરી આપવામાં આવી રહી હતી.  મૌની અમાવસ્યાવાળા દિવસે પણ આ 30 પુલમાંથી 21ને બંધ કરવામાં આવ્યા હતા.  આ જ કારણ છે કે ભીડ એક સ્થાન પર વધુ જમા થઈ ગઈ.  સંગમની તરફ ઉભા લોકો અખાડા તરફ પરત ફરવાને બદલે સંગમ નોજ પર જ ઉભા રહ્યા.  જે લોકો કચડાયા તેમાથી મોટાભાગના લોકો અહી સૂઈ રહ્યા હતા. બધા બ્રિજ ખુલ્લા હોત તો ભીડ એક સ્થાન પર જમા થતી નહી.  લોકો સહેલાઈથી બીજી તરફ જતા રહ્યા હોત્ 
 
કમિશ્નર વિજય વિશ્વાસ પંતના એલાન પછી મચી ભાગદોડ 
કમિશ્નર વિજય વિશ્વાસ પંતે ભાગદોડના થોડા કલાક પહેલા જ શ્રદ્ધાળુઓને સંગમ નોજ ખાલી કરવા માટે માઈક પર જાહેરાત કરી હતી.  તેમણે કહ્યુ જે સૂતો રહેશે એ ગુમાવશે. જો તમે પહેલા આવી ગયા છો તો સૂઈ ન રહો. ઉઠો અમૃત ધારામાં સ્નાન કરો.  આ તક ફરી નહી મળે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વિશ્વાસ એ માઈક પર બૂમો પાડી પાડીને એ પણ કહ્યુ કે મેળામાં નાસભાગ મચવાની શક્યતા છે.  એવુ બતાવાય રહ્યુ છે કે વિજય વિશ્વાસ પંતે આ એલાન પછી શ્રદ્ધાળુએ બૈરિકેડ તોડી નાખ્યા. સૂતેલા લોકોને કચડતા લોકો આગળ વધવા માંડ્યા. 
 
 અત્યાર સુધી શુ કાર્યવાહી થઈ 
સરકારે દુર્ઘટના પછી તપાસનો આદેશ આપ્યો છે. સંગમ નોજ પર ભીડ કાબુ માટે વધુ પોલીસ બળ ગોઠવવામાં આવ્યુ છે.  બીજી બાજુ શ્રદ્ધાલુઓ માટે નવી ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે. તપાસ માટે કમિટિની રચના કરવામાં આવી છે.  ડ્રોન અને કેમરાથી નજર રાખવામાં આવી રહી છે.  સરકારે ઘાયલોની સારવારનો પુર્ણ ખર્ચ ઉઠાવવાની જાહેરત કરી છે.  દરેક મૃતકના પરિવારને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે ઓફિસર વર્તમાન સમયમાં મેળાની દેખરેખ કરી રહ્યા હતા તેમને બીજી તરફ મોકલવામા આવ્યા છે. અનુભવી ઓફિસરોને ગોઠવવામાં આવ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાકુંભમાં નાસભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 25-25 લાખ, મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસના આદેશ પણ આપ્યા