Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 24 February 2025
webdunia

Viral Video: વરઘોડામાં નાચી રહેલ ઘોડીએ બાળકને મારી લાત, મોત પછી ચીસાચીસ... જુઓ દર્દનાક વીડિયો

kanpur viral video
, ગુરુવાર, 30 જાન્યુઆરી 2025 (12:58 IST)
kanpur viral video_jmage source X

Kanpur Viral Video: ઉત્તર પ્રદેશના કાનપુરમાં દર્દનાક ઘટના બની. વરઘોડામાં નાચી રહેલ ઘોડીએ 6 વર્ષના બાળકને લાત મારી દીધી. બાળકે સીઢી સાથે અથડાયુ. માથા પર વાગતા તે ઘાયલ્થઈ ગયુ. ઘરના લોકો બાળકને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે તપાસ કર્યા પછી તેને મૃત જાહેર કર્યો.  2 દિવસ જૂની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મંગળવારે બાળકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દુખદ ઘટના હનુમંત વિહાર ઠાકુર ચારરસ્તાની છે. 
 
જાણો કેવી રીતે બની ઘટના 
હનુમંત વિહાર ઠાકુર ચારરસ્તા નિવાસી વાજપેઈ પરિવારમાં રવિવારે લગ્ન કર્યા હતા.  વરઘોડો નીકળતા પહેલા વરરાજા ઘરની નિકટ બનેલા મંદિરમાં દર્શન કરવા ગયા હતા.  મંદિરની બહાર ઘોડી સાંકળી ગલીમાં બેંડ બાજા પર નાચી રહી હતી.  ઘોડીને પાછળથી સુરેશ ચંદ્ર ગુપ્તાના 6 વર્ષનો પુત્ર કૃષ્ણા પસાર થઈ રહ્યો હતો. નાચતી વખતે ઘોડીએ પાછળથી જઈ રહેલા કૃષ્ણાને લાત મારી દીધી. કૃષ્ણા ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો. મોહલ્લા અને પરિવારના લોકો વચ્ચે તેને ખાનગી હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યો. 
 
CCTV વીડિયો વાયરલ 

ડોક્ટરે પરિસ્થિતિ ગંભીર થવાને કારણે સર્વોદય નગર રીજેંસી રેફર કર્યો. સોમવારે બપોરે બાળકની સારવાર દરમિયાન તેને દમ તોડ્યો. સૂચના મળતા હનુમંત વિહાર પોલીસ પહોચી. તપાસ દરમિયાન CCTV ફુટેજ શોધતા સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો. બાળકના પિતા સુરેશ ચંદ્રએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની ના પાડી દીધી.  ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યો છે. બાળકની મોતથી તેની માતાનો રડી રડીને અધમરી થઈ ગઈ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Todays Latest News Live -લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનું 70 વર્ષની વયે અવસાન