Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 24 February 2025
webdunia

Todays Latest News Live - સૌરાષ્ટ્ર ઓઈલ મિલના પૂર્વ પ્રમુખ સમીર શાહને આજીવન કેદની સજા

rain
, ગુરુવાર, 30 જાન્યુઆરી 2025 (18:28 IST)
હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી,  ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા

rain

હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી,  ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં રાજ્યમાં પડશે માવઠું

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે, જેને લીધે રાજ્યમાં 2 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ તારીખ 2, 3, 4 ફ્રેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, ભાવનગર, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, અરવલ્લી, અમરેલી, ભાવનગર, મહીસાગર , દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે જીત્યો આ એવોર્ડ

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'લોકપ્રિય પસંદગી' એવોર્ડ જીત્યો છે. ગુજરાતના ટેબ્લોએ જનતા પાસેથી મહત્તમ મત મેળવીને વિજયની હેટ્રિક હાંસલ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રણ વર્ષ સુધી ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાન આપવા બદલ ગુજરાતના તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો અને અભિનંદન આપ્યા.

અમદાવાદમાં ગુરૂ શિષ્યને લજવતો કિસ્સો, સ્પોકન ઈગ્લીશ ટીચરે વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ

આજના સમયે માણસ જેટલી પ્રગતિ કરતો ગયો છે એટલી વધુ અધોગતિ તરફ જઈ રહયો છે. ગુરુ એ બાળકનું
ભવિષ્ય ઉજ્વળ કરે પરંતુ આ કલંકિત શિક્ષકોએ ગુરૂ શબ્દને લજવ્યો છે. સમાજમાં મા પછી જો કોઈ બીજા ગુરુ હોય તો એ શિક્ષક છે. પરંતુ આજકાલ અમુક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે લંપટ લીલાઓ અને અડપલા કરતા હોવાની ઘટના સામે આવે છે

ગુજરાતના ગિફ્ટ સિટીમાં હશે AI સેન્ટર ઑફ એક્સલન્સ, યુવાનોને મળશે નવી તકો

AI Center of Excellence in Gandhinagar:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે આ કેન્દ્ર ગુજરાતમાં AI ક્ષેત્રે એક મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે ઉભરી આવશે. ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે જૂન 2024માં થયેલા એમઓયુના પરિણામે આ સેન્ટર કાર્યરત થયું છે.

06:25 PM, 30th Jan
webdunia

Saurashtra News - સૌરાષ્ટ્ર ઓઈલ મિલના પૂર્વ પ્રમુખ સમીર શાહને આજીવન કેદની સજા

રાજકોટમાં રાજમોતી ઓઈલ મિલના માલિક સહિત ત્રણને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. અમદાવાદ બ્રાન્ચના મેનેજરનું અપહરણ કરી માર મારવાની ઘટનામાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો.

04:34 PM, 30th Jan
webdunia

Gujarat Bulldozer Action on 90 Houses:  ભૂપેન્દ્ર સરકારની બુલડોઝર કાર્યવાહી દ્વારકા પછી હવે શક્તિપીઠ અંબાજીમાં શરૂ થઈ ગઈ છે.

Gujarat Bulldozer Action on 90 Houses: ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ વર્તમાનમાં રાજ્યમા સતત બુલડોઝર કાર્યવાહી માટે સતત ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ દ્વારકામાં ખૂબ મોટા સ્તર પર બુલડોઝર  કાર્યવાહી માટે સતત ચર્ચામાં છે.  થોડા દિવસ પહેલા જ દ્વારકામાં ખૂબ મોટા સ્તર પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.  બીજી બાજુ હવે શક્તિપીઠ તીર્થસ્થળ અંબાજીમાં બુલડોઝર કાર્યવાહી જોરશોરથી ચાલી રહી છે.  બનાસકાંઠા જીલ્લામાં આવનારા શક્તિપીઠ અંબાજી મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  ગુરુવારે, ભારે પોલીસ દળની તૈનાતી અને દેખરેખ વચ્ચે ભારે મશીનરી વડે રહેણાંક અને અન્ય ઇમારતો તોડી પાડવામાં આવી રહી હતી. વાસ્તવમાં, શક્તિપીઠ કોરિડોર હેઠળ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હાઈકોર્ટ નો નિર્ણય
ઉલ્લેખનીય છે કે શક્તિ કૉરિડોરના રસ્તામાં મકાન તોડવા વિરુદ્ધ લગભગ 60 લોકોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પણ હાઈ કોર્ટે કોઈપણ રાહત આપવાની ના પાડી દીધી અને તરત સિસ્ટમ પરથી દબાણ હટાવવાનો આદેશ આપ્યો.  ત્યારબાદ બુલડોઝરથી ગેરકાયદેસર બિલ્ડિંગ તોડીવામા આવી રહી છે.

04:28 PM, 30th Jan
ગુજરાતના ચાર શહેરમાં સ્ટેટ GST વિભાગના દરોડા, 90000000થી વધારેની કર ચોરી ઝડપાઈ

ગુજરાત સ્ટેટ GST વિભાગ કરચોરી રોકવા મક્કમ છે. આ અંતર્ગત GST વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં GST વિભાગે અમદાવાદ, સુરત, વાપી અને વ્યારામાં 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા

04:26 PM, 30th Jan

આયુષ્માન કાર્ડ પર 3 ફેબ્રુઆરીથી મફત સારવાર બંધ! રાજ્યની 600 પ્રાઈવેટ હોસ્પિટલોનો નિર્ણય

રાજ્યની 600 ખાનગી હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર આપવાનું બંધ કરવામાં આવશે.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
તો આ નિર્ણય હરિયાણામાં લેવામાં આવ્યો છે. ત્યાંની ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આ નિર્ણયના કારણ આપતા કહે છે કે સરકારે હજુ સુધી તેમની 450 કરોડ રૂપિયાની ભરપાઈ કરી નથી.

02:13 PM, 30th Jan
webdunia

Navsari News - મહાકુંભના દર્શન પહેલા આવ્યુ મોત, નવસારીથી કુંભમેળામાં જઈ રહેલ મહિલાનુ અકસ્માતમાં મોત, 8 ઘાયલ

Navsari News: નવસારીની મહિલાનું કુંભમેળામાં જવાનું સપનું અધૂરું રહી ગયું. નવસારીના વતની સ્વાતિ પટેલ તેમના સંબંધીઓ સાથે કુંભમેળામાં જવા માટે નીકળ્યા હતા, રવિવારે રાત્રે ચિત્રકૂટ પાસે એક અજાણ્યા વાહને તેમની ગાડીને ટક્કર મારી જેમા સ્વાતિબેનને માથામાં ઈજા થતા તેમને નિકટના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યા સારવાર દરમિયાન તેમનુ મોત થયુ. આ અકસ્માતમાં અન્ય 8 ને સામાન્ય ઈજાઓ થઈ હતી.

સ્વાતી પટેલનો મૃતદેહ નવસારી લાવવામાં આવ્યો હતો. જ્યા તેમની અંતિમવિધિ કરવામાં આવી. 57 વર્ષીય સ્વાતિબેન નવસારીની ઓરિએંટલ ઈંસ્યોરંસ કંપનીમાં કાર્યરત હતા.

12:41 PM, 30th Jan
webdunia

ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનુ અવસાન
રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ સામતનું 70 વર્ષની વયે અવસાન થતાં ગુજરાતી કલાકારોમાં શોક છવાયો હતો. આલસુરભાઈ સામત થોડા સમયથી બીમાર હતા અને આજે તેમનું અવસાન થયું હતું.

ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનુ અવસાન -
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ https://t.co/u1SSJ1znHU #gujaratinews #RajbhaGadhvi pic.twitter.com/IKbrLC67Aw
— Webdunia Gujarati (@Webdunia_Guj) January 30, 2025

12:32 PM, 30th Jan
webdunia

રાજકોટમાં  વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાને મોતને વ્હાલુ કર્યુ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે.  એકવાર પૈસા ઉછીના લીધા પછી ઉધરાણી માટે સતત ફોન અને માત્ર વ્યાજ ચુકવવામાં જ ઈન્કમ ખર્ચાતી હોય તો કોઈપણ વ્યક્તિને મેંટલી ટોર્ચર થાય એ દેખીતુ છે.

વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરવાની ઘટનાઓમાં વધુ એક વ્યક્તિએ પરેશાન થઈને મોતને વ્હાલુ કર્યુ છે. રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી બાંધકામ સાથે સંકળાયેલ અલ્પેશ સાકરિયા નામના યુવકે આપઘાત કરી લીધો. આ યુવાને આપધાત કરતા પહેલા વીડિયો બનાવીને તેન પૈસા પરત આપવા  માટે ત્રાસ આપનારા 10 વ્યાજખોરોના નામ પણ બતાવ્યા છે. પોલીસ આ અંગે તપાસ કરી પગલા ઉઠાવી રહી છે.

09:54 AM, 30th Jan
અમૃત સ્નાન કરવા ગયેલા મહેશ પટેલ બન્યા ભાગદોડનો શિકાર

મહાકુંભ 2025 ના મૌની અમાવસ્યા સ્નાન દરમિયાન થયેલી નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 30 લોકોના મોત થયા છે.  મૃતકોમાં 25 લોકોની ઓળખ થઈ ગઈ છે.

તેમાં ગુજરાતના મહેસાણા જીલ્લા વિસનગર કડા ગામના રહેવાસી જે મહેશ પટેલ જે હાલમાં સુરત સ્થાયી હતા.  પણ આ ભાગદોડમાં શિકાર બન્યા છે. તેમના મૃતદેહને આજે વતન લાવામાં આવશે

08:18 AM, 30th Jan
ગુજરાતના બનાસકાંઠામાં 90 ઘરો પર બુલડોઝર કેમ માર્યું? 16 ટીમોએ બાંધકામો તોડી પાડ્યા હતા

ગુજરાતના બનાસકાંઠામાં બુધવારે સાંજે વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરી હતી. અંબાજી મંદિરથી એક કિલોમીટર દૂર ગબ્બર શક્તિપીઠ પાસે આવેલી રબારી કોલોની પરના ગેરકાયદે બાંધકામો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો ખાલી કરવાની છેલ્લી તક સાંજના 5 વાગ્યા સુધી આપવામાં આવી હતી. આ દરમિયાન 90 જેટલા મકાનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક વસાહતોમાં ગેરકાયદેસર અતિક્રમણ દ્વારા બાંધવામાં આવેલા તમામ રહેણાંક મકાનોને વહીવટીતંત્રે નોટિસ પાઠવી હતી.

08:16 AM, 30th Jan
webdunia

અમદાવાદની SMS હોસ્પિટલ વધુ એક દર્દી સાથે બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મહેસાણાના જાસ્કા ગામના ગોસ્વામી પરિવારે આક્ષેપ કર્યો છે કે, કિશોરગીરીને પગની આંગળીમાં તકલીફ હતી અને પેટમાં ઓપરેશન કરી નાંખ્યો. એનાથી વધુ વાત એ છે કે ઓપરેશનના 3 મહિના પછી વૃદ્ધનું મોત થયો છે.

અમદાવાદની SMS હોસ્પિટલ વધુ એક દર્દી સાથે બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મહેસાણાના જાસ્કા ગામના ગોસ્વામી પરિવારે આક્ષેપ કર્યો છે કે, કિશોરગીરીને પગની આંગળીમાં તકલીફ હતી અને પેટમાં ઓપરેશન કરી નાંખ્યો. એનાથી વધુ વાત એ છે કે ઓપરેશનના 3 મહિના પછી વૃદ્ધનું મોત થયો છે.

SMS હોસ્પિટલ પર ગોસ્વામી પરિવારે ગંભીર બેદરકારીનો આરોપ કર્યા છે. તેમનો દાવો છે કે કિશોરગીરીને પગની આંગળીમા તકલીફ હતી અને પેટનુ ઓપરેશન કર્યો છે. આ ઓપરેશન  આયુષ્યમાન કાર્ડ હેઠળ કરાયું દર્દીના પરિવારે જણાવ્યુ. દર્દીના પરિવાર કહે છે તેની માટે હોસ્પીટલે તેમની પાસેથી 3 લાખ ખંખેરી લીધા છે અને તેમને બાયપાસ ઓપરેશન કરી નાખ્યુ અને સ્ટેંડ મુકવાનુ હોસ્પીટલે કહ્યુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2025 Expectations: બજેટમાં Petrol અને Diesel ની ઘટી શકે છે કિમંત, જાણો શુ શુ જાહેરાતો થઈ શકે છે