Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 February 2025
webdunia

Kanpur Crime - 20 વર્ષ નાના પ્રેમીને પામવા પત્નીએ કરી પતિની હત્યા અને ખિસ્સામાં મુકી દીધી સેક્સ પાવરની ગોળી

Kanpur Crime - 20 વર્ષ નાના પ્રેમીને પામવા પત્નીએ કરી પતિની હત્યા અને ખિસ્સામાં મુકી દીધી સેક્સ પાવરની ગોળી
, બુધવાર, 29 જાન્યુઆરી 2025 (15:21 IST)
Kanpur News: કાનપુરના બિઠૂરમાં થયેલા આબિદ અલી હત્યાકાંડે આ વિસ્તારને હચમચાવી નાખ્યુ છે. આ મામલે પોલીસ તપાસ જેમ-જેમ આગળ વધી તેમ તેમ એક પછી કે ચોંકાવનારા ખુલાસા થતા ગયા. હત્યાના તાર એટલા ઝીણવટાઈથી જોડાયેલા હતા કે તેને પ્રાકૃતિક મોતનો મામલો સમજવામાં આવ્યો. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની ઊંડી પૂછપરછે આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો. 
 
પ્રેમ અને દગાનો ઘાતક ખેલ 
આ આખી ઘટના એક લગ્નેત્તર પ્રેમ સંબંધને કારણે થઈ. 45 વર્ષીય શબાનાની સોશિયલ મીડિયા દ્વારા પોતાનાથી 20 વર્ષ નાના રેહાન સાથે મૈત્રી થઈ હતી. તેની વાતચીત ધીરે ધીરે આગળ વધતી ગઈ અને બંને વચ્ચે નિકટતા વધવા માંડી.  રેહાન શબાના માટે એટલો મહત્વનો થઈ ગયો કે તેણે પતિ આબિત અલીને રસ્તામાંથી હટાવવાનુ મન બનાવી લીધુ. શબાનાએ  પતિનો અવરોધ ખતમ કરવા માટે તેની હત્યાનો ખતરનાક પ્લાન તૈયાર કર્યો. આ માટે તેણે રેહાનને રૂપિયા 20,000 આપ્યા અને તેને પણ પોતાના આ ખતરનાક પ્લાનમાં સામેલ કરી લીધો. રેહાને પોતાના દિલ્હી નિવાસી મિત્ર વિકાસને પણ આ ષડયંત્રનો ભાગ બનાવ્યો. ત્રણેયે મળીને 19 જાન્યુઆરીની રાત્રે આ હત્યાને અંજામ આપ્યો. 
 
હત્યાની રાત્રે શુ થયુ ?
હત્યાની રાત્રે શબાનાએ પોતાના પતિ પાસેથી શક્તિવર્ધક કૈપ્સૂલ મંગાવી. તે જાણતી હતી કે તેનો પતિ કદી કદી તેનુ સેવ્વન કરે છે. તેથી તેણે એ વાતને પોતાના ષડયંત્રનો ભાગ બનાવી લીધો.  રાત્રે રેહાન અને વિકાસને ઘરે બોલાવીને, શબાનાએ ખુદ આબિદના છાતી પર બેસીને તેનુ ગળુ દબાવ્યુ. આ દરમિયાન રેહાન અને વિકાસે આબિદના હાથ-પગ પકડી રાખ્યા જેથી તે વિરોધ ન કરી શકે. હત્યા પછી શબાનાએ આબિદના ખિસ્સામાં શક્તિવર્ધક કૈપ્સૂલના આઠ પેકેટ મુકી દીધા અને સવારે આ ઘટનાને આત્મહત્યાનુ રૂપ આપવા માટે રડવા-કકડવાનુ નાટક કર્યુ. 
 
પોસ્ટમોર્ટમ રિપોર્ટમા ખુલી પોલ 
શબાનાએ દાવો કર્યો કે તેના પતિએ શક્તિવર્ધક કૈપ્સૂલનો ઓવરડોઝ લીધો હતો. જેનાથી તેની મોત થઈ ગઈ.  પોલીસે પણ શરૂઆતમાં આ વાતને માની લીધી હતી. પણ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી, તો તેમા ગળુ દબાવીને હત્યા કરવાની ચોખવટ થઈ. રિપોર્ટએ પોલીસને ચોંકાવી દીધી અને આ મામલાની તપાસની દિશા એકદમ બદલી નાખી. 
 
મોબાઈલે ખોલ્યુ રહસ્ય 
પોલીસે જ્યારે શબાના અને તેના રિલેટિવ્સની ગતિવિધિઓ પર નજર નાખી, તો તેમને અનેક મહત્વના પુરાવા મળ્યા. શબાનાએ મોબાઈલ પર ઉન્નાવના રહેનારા રેહાન સાથે અનેકવાર વાતચીતે પોલીસના મનનો શક પાક્કો થયો. જ્યારે રેહાનની ધરપકડ કરવામાં આવી અને તેની સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવી તો આખા મામલાનો ખુલાસો થઈ ગયો. 
 
 સોશિયલ મીડિયા બન્યુ કનેક્શન 
આ હત્યાની સ્ટોરી સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી. શબાનાએ પોતાના જૂના સમયની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેનાથી પ્રભાવિત થઈને રેહાને તેનો સંપર્ક કર્યો.  આ સંપર્ક જલ્દી જ મૈત્રીમાં બદલાય ગયો. રેહાન સાથે પોતાના સંબંધોને આગળ વધારવા માટે શબાનાએ પોતાના પતિને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લઈ લીધો. 
 
પૈસાની લાલચમાં સામેલ થયો વિકાસ 
રેહાને હત્યામાં મદદ માટે પોતાના મિત્ર વિકાસને બોલાવ્યો. જેને પૈસાની લાલચમાં આ ષડયંત્રમાં ભાગ લીધો. વિકાસનુ કામ હત્યા દરમિયાન આબિદને પકડી રાખવાનુ હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIP કલ્ચર અને જનતાની શ્રદ્ધા વચ્ચે આ રીતે લાચાર થઈને પોલીસ જોડી રહીછે હાથ ? કલ્ચર અને જનતાની શ્રદ્ધા વચ્ચે એવા બેબસ થઈને હાથ જોડી રહી છે યૂપી પોલીસ