Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 27 February 2025
webdunia

મહાકુંભમાં નાસભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 25-25 લાખ, મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસના આદેશ પણ આપ્યા

મહાકુંભમાં નાસભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 25-25 લાખ, મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસના આદેશ પણ આપ્યા
, ગુરુવાર, 30 જાન્યુઆરી 2025 (14:36 IST)
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં નાસભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ આ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.
 
 પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે અને તે એક પાઠ પણ છે. આ દરમિયાન સીએમ યોગી પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા સીએમ યોગીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
 
મહાકુંભ દરમિયાન નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા ભારે ભીડને કારણે આ અકસ્માત સર્જાયો હતો
સીએમ યોગીએ કહ્યું કે આ દુર્ઘટના ભારે ભીડને કારણે થઈ છે. તેમણે કહ્યું કે આજે લગભગ 8 કરોડ ભક્તોએ અમૃત સ્નાન કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Todays Latest News Live -Navsari News - મહાકુંભના દર્શન પહેલા આવ્યુ મોત, નવસારીથી કુંભમેળામાં જઈ રહેલ મહિલાનુ અકસ્માતમાં મોત, 8 ઘાયલ