Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

anulom vilom pranayam- અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની રીત અને ફાયદા

webdunia
સોમવાર, 20 જૂન 2022 (12:42 IST)
1. સૌથી પહેલા આસન પર પાલથી મારીને શુદ્ધ અને શાંત જગ્યાએ બેસી જવું.
2. પછી જમણાં હાથના અંગૂઠાથી જમણા નસકોરાંને બંધ કરવું.
3. પછી ડાબી બાજુના નસકોરાંથી શ્વાસ અંદર લેવો.
4. હવે આંગળીઓથી જમણી તરફનો નસકોરો બંધ કરી દેવો.
5. ત્યાર બાદ જમણા નસકોરા પરથી અંગૂઠો હટાવી દેવો અને જમણા નસકોરા મારફતે શ્વાસ બહાર કાઢવો.
6. પછી જમણા નસકોરાથી 4-5 ગણતરી સુધી શ્વાસ અંદર લેવો અને જમણા નસકોરાને બંધ કરીને ડાબા નસકોરાને ખોલીને 8-9 ગણતરી કરતાં શ્વાસ બહાર છોડવો.
7. આ પ્રાણાયમ 5થી 15 મિનિટ સુધી રોજે કરવો.
8. પણ શરૂઆત 5 મિનિટથી કરવી.
 
અનુલોમ વિલોમ પ્રાણાયામના ફાયદા 
1. તેનાથી તાણ અને ચિંતા ઘટે છે અને શાંતિ મળે છે. 
 
2. આ મગજ અને ફેફસાંમાં ઑક્સીજનનો લેવલ વધારે છે. 
 
3. દરરોજ તેને કરવાથી આંખની રોશની વધે છે. 
 
4. તેનાથી લોહીનો પ્રવાહ યોગ્ય બન્યુ રહે છે. 
 
5. અસ્થમા, એલર્જી, સાઈનોસાઈટિસ, ખાંસી શરદી વગેરે રોગોમાં પણ લાભદાયક સિદ્ધ થયુ છે. 

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hair Care- બટાકાના છાલટાથી વાળ સફેદ થવાથી બચાવશે