Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી મેળવનાર ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શો'નું ટ્રેલર રિલીઝ થયું

last shaw gujarati movie
, બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (16:41 IST)
પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)નું ટ્રેલર હવે રિલીઝ થઇ ગયું છે! આ ફિલ્મને 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે.
દિગ્દર્શક પાન નલિનના ગ્રામીણ ગુજરાતમાં વીતેલા બાળપણથી પ્રેરિત, લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) એ એક ગુજરાતી ભાષાની ફિલ્મ છે જે નવ વર્ષના છોકરા, સમય (ભાવિન રબારી)ની વાત કરે છે, જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શનના જાદુ અને વિજ્ઞાનમાં ફસાયેલો છે અને તેના મિત્રો સાથે પોતાની 35mm મૂવી બતાવવા નું શરૂ કરે છે. સામાજિક દબાણો અને આર્થિક અચોક્કસતા હોવા છતાં, તે "ફિલ્મ શો" માટેના પોતાના જુસ્સાને નિષ્ઠા સાથે આગળ ધપાવે છે.

 
દિગ્દર્શક પાન નલિને જણાવ્યું કે "ફિલ્મ મારા પોતાના જીવનથી પ્રેરિત છે અને સિનેમાએ તેને કેવી રીતે સુંદર, અણધારી અને ઉત્થાનકારી રીતે બદલ્યું છે. મેં તેને મોબાઇલ ફોન, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અથવા ફિલ્મ સ્કૂલની ઍક્સેસ પહેલાંના સમયમાં સેટ કરી છે. આ જર્ની એક સિનેમેટિક સર્જનના આનંદને કેપ્ચર કરે છે. આજે ટ્રેલર બહાર પડવાથી, લોકોને લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)ની અમારી દુનિયાની ઊંડી ઝલક મળશે!"
નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે જણાવ્યું  કે "લાસ્ટ ફિલ્મ શોનું ટ્રેલર રજૂ કરતાં મને આનંદ થાય છે. દિગ્દર્શક પાન નલિને સિનેમાના જાદુ અને અજાયબીને મૂવિંગ ટ્રિબ્યુટ રીતે તૈયાર કર્યું છે. આ ફિલ્મને ઓસ્કાર 2023માં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. રોય કપૂર ફિલ્મ્સ માટે મહાન સન્માનની વાત છે તેમજ ફિલ્મની અધિકૃતતા અને સાર્વત્રિક અપીલની માન્યતા પણ છે."

નિર્માતા, ધીર મોમાયાએ જણાવ્યું કે "પાન નલિનની મૂળ વાર્તા ખૂબ જ આકર્ષક છે. તેનું બાળપણ સમયના પાત્રની વાર્તા માટે કેનવાસ તરીકે કામ કરે છે, એક મોટું સ્વપ્ન ધરાવતો છોકરો જે તેના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે તમામ અવરોધોને પાર કરે છે. હું આ ફિલ્મને વૈશ્વિક અને ભારતીય પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવા માટે સન્માનિત છું. આશા છે કે તમે ટ્રેલર માણ્યું હશે! 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં મળીશું"
 
આ ફિલ્મમાં ભાવિન રબારી, રિચા મીના, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રાહુલ કોલી અને વિકાસ બાટા છે, અને તેનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ અને છેલ્લો શો LLP દ્વારા કરવામાં આવ્યું છે. તે યુએસએમાં સેમ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા રિલીઝ કરવામાં આવશે. PVR સિનેમા સાથેની ભાગીદારીમાં રોય કપૂર ફિલ્મ્સ ભારતમાં ફિલ્મનું વિતરણ કરશે. લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) 14મી ઓક્ટોબર 2022ના રોજ ગુજરાત અને સમગ્ર ભારતમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મૌની રૉયએ શેયર કરી ગ્લેમરસ ફોટા, એક્ટ્રેસની પાતળી કમરને જોઈ ફેંસ કરવા લાગ્યા એવા કમેંટ