22મી મે ના રોજ એટલેન્ટા, GA ખાતે ખુબ જ સુંદર અને અદભુત દ્રશ્યો સાથે ફેસ્ટિવલનું ઓપનિંગ અને કલોઝિંગ સેરેમની સાથે સમાપન થયું. વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની 3જી આવૃત્તિનું 20મી મે થી 22મી મે દરમિયાન એટલાન્ટા, GA, USA ખાતે આયોજન થયું હતું. 3 દિવસીય ફેસ્ટીવલમાં એટલાન્ટાના જાણીતા હસ્તીઓ, મહાનુભાવો, ગુજરાતી સમુદાય અને ગુજરાતી ફિલ્મ જગતના સભ્યો હાજર હતા.
આ સિનેમૅટિક ક્લચરલ ફેસ્ટિવલને ગુજરાત ટુરિઝમ દ્વારા સહકાર પ્રાપ્ત થયો હતો. વર્ષ 2022ના વિજેતાઓની ઘોષણા સાથે ફેસ્ટિવલની કલોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ ફેસ્ટિવલનું આયોજન IGFF 2022ના અધ્યક્ષ - ડૉ. નરેશ પરીખ તથા IGFFના સ્થાપક શ્રી કૌશલ આચાર્યએ કર્યુ હતું. જાણીતા ફિલ્મ નિર્માતા અને IGFF ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમેશ શુક્લા, ફેસ્ટિવલ જ્યુરી મેમ્બર ગોપી દેસાઈ અને જય વસાવડા સહિત અન્ય સેલિબ્રિટીઓ જેમ કે ઈશાની દવે, પૂજા ઝવેરી, ચેતન ધાનાણી, દેવકી, ફિલ્મ નિર્માતા નિરજ જોષી અને 'ધ લાસ્ટ ફિલ્મ શો' ના લેખક-નિર્દેશક પાન નલીન જેવી અન્ય હસ્તીઓએ પણ કલોઝિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. લેખક-નિર્દેશક પાન નલીનની ગુજરાતી ધ લાસ્ટ ફિલ્મ શો' (છેલ્લો શૉ) એ IGFF ની 3જી આવૃત્તિ માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મેળવ્યો છે.
વિજેતાઓની યાદી
Best Film - The Last Film Show ( Chhello Show ) directed by Pan Nalin
Best Film Jury Mention - Kothi 1947 & 21 mu Tiffin
Best Children Film - Gandhi & co.
Best Documentary Film - Okhamandal - ek anokhu andolan
Best Short Film - Parnetarr from Saurastra ni Rasdhar
Best Web series - Vitthal Teedi
Best Web series Jury Mention - Yamraaj Calling
IGFF Icon of the year - Paresh Rawal