Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ને ભારતના સિનેમાઘરોમાં પ્રસ્તુત કરશે

last film
, બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (10:40 IST)
સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માટે તૈયાર છે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે.

આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ , જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે "ફિલ્મ શો" માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનીકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથી બેધ્યાન છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ છે જે ફિલ્મો, જમવાનું અને મિત્રોની આસપાસ ફરે છે.રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે લાસ્ટ ફિલ્મ શો (ચેલો શો)નું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના 66મા વૅલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી. દિગ્દર્શક પાન નલિનની સફળતાની જર્નીમાં એવૉર્ડ વિનીંગ ફિલ્મો સમસારા,વેલી ઓફ ફ્લાવર્સ અને એંગ્રી ઈન્ડિયન ગોડેસીસનો સમાવેશ થાય છે, જેને ફિલ્મ ફેસ્ટિવલ્સ અને પ્રેક્ષકો બંને થકી પ્રસંશા મેળવી છે. તેઓને તાજેતરમાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા તેની પ્રતિષ્ઠિત ડિરેક્ટર્સ બ્રાન્ચમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર કહે છે, “અમે પાન નલિન અને ધીર મોમાયા સાથે આ આકર્ષક જોડાણ શરૂ કરવા માટે અતિ ઉત્સાહિત છીએ, ભારતીય પ્રેક્ષકોને એક અદ્દભુત ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) પ્રસ્તુત કરતા અમને આનંદ થાય છે આ ફિલ્મ ચોક્કસથી સિનેમાના જાદુ અને અજાયબીને સેલિબ્રેટ કરે છે. આ ફિલ્મને રિલીઝ કરવા માટે આનાથી વધુ યોગ્ય સમય હોઈ શકે નહીં જ્યારે વિશ્વભરમાં સિનેમા-જગત મહામારીના કારણે વિક્ષેપિત થઈ ગયું છે અને પ્રેક્ષકોને એ યાદ અપાવવાની જરૂર છે કે તેઓ કેવી રીતે અંધકારમય સિનેમા હોલમાં પ્રથમ વખત એક ફિલ્મ જોવાના અનુભવના પ્રેમમાં પડ્યા હતા. આ ગર્વની વાત છે કે કલાનું આટલું શક્તિશાળી કાર્ય ભારતમાંથી બહાર આવ્યું છે અને અમને ખાતરી છે કે સમગ્ર વિશ્વની જેમ ભારતના પ્રેક્ષકો પણ આ ફિલ્મના પ્રેમમાં પડશે.”દિગ્દર્શક પાન નલિને વધુમાં જણાવ્યું, “અમે આ ફિલ્મમાં એવા નિર્માતા સાથે કામ કરવા માટે રોમાંચિત છીએ કે જેની હું ખરેખર પ્રશંસા કરું છું, સિદ્ધાર્થ રોય કપૂર. તેઓએ મનોરંજક સિનેમા બનાવવા માટે તેમનો જુસ્સો અને ઝંખના સાબિત કરી છે, અને તેમની સહાયથી, અમે ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)  દ્વારા ભારતીય દર્શકોનું મનોરંજન કરવા આતુર છીએ. અમારી ફિલ્મને વિશ્વભરના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, અને રોય કપૂર ફિલ્મ્સના સમર્થન સાથે, અમે તેને મારા હોમ સ્ટેટ ગુજરાત અને બાકીના ભારતમાં સારી રીતે રિલીઝ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. હું એ વાતથી પણ ઉત્સાહિત છું કે ભારતની રિલીઝ યુએસએ, ઇટલી અને જાપાનમાં તેની થિયેટર રિલીઝ સાથે એકરુપ થશે.”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Taarak Mehta Ka Ooltah Chashmah - નવા તારક મેહતાની એંટ્રી થઈ, મળી ગયા નવા તારક મહેતા