Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણીતી ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસારનુ નિધન, કેંસરથી હતી પીડિત

happy bhavsar
અમદાવાદઃ , ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (13:08 IST)
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક દુખદ સમાચાર છે.  'પ્રેમજી અને મહોતુ' નીઅભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની વયે નિધન થયું છે. હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે ફેફસાના કેન્સરને કારણે અકાળે અવસાન થયું. તેમના અવસાનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
 
હેપ્પી ભાવસાર ગુજરાતી અભિનેતા મૌલિક નાયકની પત્ની હતી. હેપ્પી ભાવસારે અઢી મહિના પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેણે '21મી ટિફિન' અને પ્રેમજી અને મહોતુ જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત શ્યામલી સિરિયલમાં લજ્જાની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થઈ હતી. 'પ્રીત પીન પાનેતર'ના 500 થી વધુ શો કર્યા. મોન્ટુનીએ બિટ્ટુ અને મૃત્યુતૃષ્ણા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
 
હેપ્પીએ 2 જૂનના રોજ ટ્વિન્સ દીકરીઓ ક્રિષ્ના તથા ક્રિષ્નાવીને જન્મ આપ્યો હતો. દીકરીઓ હજી માંડ પોણાત્રણ મહિનાની થઈ છે. હેપ્પી ભાવસારની ગઈકાલે એટલે કે 24 ઓગસ્ટના રોજ તબિયત બગડી હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. જોકે 24 કલાકની અંદર જ તેઓ મોત સામે હારી ગયાં હતાં અને મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vikram Vedha Teaser: આ વખતે માત્ર મજા જ નહીં, પણ આશ્ચર્ય થશે, રિતિક રોશન અને સૈફ અલી ખાનની વિક્રમ વેધાનું ટીઝર રિલીઝ