Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

Turmeric Milk
, શુક્રવાર, 28 જૂન 2024 (01:17 IST)
ચોમાસાની આ  ઋતુમાં લોકો મોસમી બીમારીઓના ભોગ બને છે. ખાસ કરીને ઘણા લોકો શરદી અને ઉધરસની સમસ્યાથી પ્રભાવિત છે. આવી સ્થિતિમાં, તમારી  ઈમ્યુનીટીને મજબૂત કરવા માટે, દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ પીવો. જો તમે દૂધમાં એક ચપટી હળદર ઉમેરીને પીશો તો તમારા સ્વાસ્થ્યને અનેક ગણો ફાયદો થશે. હકીકતમાં હળદર એક એવો મસાલો છે જે આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે.  એકબાજુ હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક ગુણો જોવા મળે છે, જ્યારે દૂધમાં મોટી માત્રામાં કેલ્શિયમ  જોવા મળે છે. આવી સ્થિતિમાં, જ્યારે આ બંનેનું એકસાથે સેવન કરવામાં આવે છે, તો તેનાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે.
 
હળદરવાળું દૂધ પીવાના ફાયદા 
ઈમ્યુનિટી મજબુત થશેઃ રાત્રે સૂતા પહેલા હળદરવાળા દૂધનું સેવન કરવાથી ઈમ્યુનોમોડ્યુલેટરી એજન્ટ તરીકે કામ કરે છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે અને ઈમ્યુનિટી વધારવામાં મદદ કરી શકે છે.  
 
ઈન્ફેક્શનથી થશે બચાવ : હળદરનું દૂધ એંટી-માઈક્રોબાયલ હોય છે, જે ઈન્ફેક્શનથી બચવા માટે હળદરના દૂધનું સેવન કરી શકો છો.
 
શરદી-ખાંસી થશે દૂર : ચોમાસામાં શરદી અને ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે, તમે ગરમ દૂધમાં હળદરને ભેળવીને પી શકો છો.
 
કેવી રીતે તૈયાર કરશો હળદરનું દૂધ?
એક ગ્લાસ દૂધ ગરમ કરો. જ્યારે દૂધ ઉકળવા માંડે ત્યારે તેમાં એક ચપટી હળદર નાખો. આ પછી તેને એક કપમાં ગાળી લો. હવે તેમાં સ્વાદ અનુસાર ગોળ અથવા ખાંડ ઉમેરો. સૂતા પહેલા તેને હૂંફાળું પીવો. જો તમને ડાયાબિટીસ, સાંધાનો દુખાવો અથવા હૃદય સંબંધિત સમસ્યા હોય તો તેમાં એક ચપટી જાયફળ ઉમેરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ