Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ખોરાક છે કેન્સરનું કારણ

Food Poison Problem
, શુક્રવાર, 7 જૂન 2024 (17:01 IST)
કેન્સર આજે પણ એક એવો રોગ છે જેનો ઈલાજ સંપૂર્ણ સ્ટેજ માટે આવ્યો નથી. તેને આજે પણ એક લાઈલાજ બીમારી છે.   કેન્સર થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાંથી એક કારણ છે અનિયમિત આહાર. જી હાં આપણા દેશમાં કેન્સરના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે તે કેટલીક હદે આપણી ખાનપાનની ખોટી આદતો પર નિર્ભર કરે છે. 
 
સંશોધનકર્તાઓનું માનવું છે કે પેટ, પ્રોસ્ટેટ, આંતરડા, ફેફસા અને ગર્ભાશયનું કેન્સર ખોરાકમાં ફેટની માત્રા વધારે હોવાને કારણે વિકસે છે. જેથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માટે આપણે આહારમાં શું ખાવું અને શું નહીં, તેની પર વિશેષ ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. જેથી આજે અમે તમને એવા ખોરાક વિશે બતાવીશું જેનાથી કેન્સરનો ખતરો વધતો જાય છે
 
સોફ્ટ ડ્રિંક
લાંબા સમયથી સોફ્ટ ડ્રિંકનું સેવન કરવામાં આવે છે, પરંતુ આજકાલ તે ખૂબ જ ટ્રેન્ડમાં છે. લોકો તેનાથી થતા નુકસાનથી વાકેફ હોવા છતાં આવા પીણાં પીવે છે. એવું કહેવાય છે કે જો તે વધુ પ્રમાણમાં પીવામાં આવે તો સ્થૂળતા વધે છે. સ્થૂળતા પણ એક પ્રકારનો રોગ છે, જે પાછળથી કેન્સરનું કારણ બને છે.
 
ફાસ્ટ ફૂડ
પિઝા, બર્ગર અને અન્ય વસ્તુઓ જેવા ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. લોકો જાણે છે કે તે શરીરને નુકસાન પહોંચાડશે, તેમ છતાં તેઓ તેનું સતત સેવન કરે છે. તેને જંક ફૂડ પણ કહેવામાં આવે છે અને નિષ્ણાતોના મતે તેને ખાવાથી શરીરમાં રાસાયણિક સંયોજનો બને છે. આ રાસાયણિક સંયોજનો શરીરમાં કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બને છે, સાથે જ તે લીવરને નુકસાન, વંધ્યત્વ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બને છે.
 
દારૂ
આલ્કોહોલને જીવલેણ રોગોની ઘટના માટે એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તેનાથી પેટ, બ્રેસ્ટ, લીવર, મોં અને ગળામાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ડોકટરોના મતે આલ્કોહોલનું સેવન જેટલું ઓછું કરવામાં આવે તેટલું સારું. લોકોને દારૂની લત પણ લાગી જાય છે, જે તેમના માટે ખૂબ જ જોખમી છે.
 
પ્રિઝર્વ્ડ ફુડ 
જ્યારે ખોરાકને પ્રિઝર્વ્ડ અથવા પેકેજ્ડ કરવામાં આવે છે ત્યારે તેમાં ઓક્સીજનનું લેવલ ઘટી જાય છે. જેના કારણે ઈમ્યૂન સિસ્ટમ નબળી થાય છે. આ સિવાય જો પ્રિઝર્વ્ડ ફૂડ નોનવેજ હોય તો તેમાં કાર્સિનોજેનિક એટલે કે કેન્સર પેદા કરનાર તત્વ બનવા લાગે છે અને તેના કારણે કેન્સર થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Birhtday Brother - તમાર ભાઈને આ સુંદર મેસેજ દ્વારા આપો જન્મદિવસનો શુભેચ્છા સંદેશ