Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માનસૂનમાં તમારી સ્કિનનો બેસ્ટ ફ્રેંડ છે પંપકિન જાણો તેના ફાયદા

માનસૂનમાં તમારી સ્કિનનો બેસ્ટ ફ્રેંડ છે પંપકિન જાણો તેના ફાયદા
, મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (09:53 IST)
માનસૂનમાં બ્રેકઆઉટ, પિંપલ્સ, ધૂળ માટીના કારણે પિગમેંટેશન ખૂબ સામાન્ય છે. પણ આ તમારા સેલ્ફ કૉંંફીડેંસને પ્રભાવિત કરી શકે છે. માનસૂનમાં તમારી ત્વચાને એક્સટ્રા કેયરની જરૂર હોય છે. કારણ કે વરસાત અને વાતાવરણમાં ભેજના કારણે ત્વચા પર ભારે અસર પડે છે. 
 
તેથી ન માત્ર તમને તમારી ત્વચા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે પણ ડાઈટમાં પણ કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. તમારી આ બધી જરૂરિયાતને પૂર્ણ કરશે પંપકિન... જી હા કોળું. વિશ્વાસ નહી થતુ ન પણ આ 
સત્ય છે. ચાલો જાણી કેવી રીતે.... 
 
ત્વચા માટે ફાયદાકારી છે કોળું. 
 
1. ખીલથી છુટકારો અપાવે
કોળુના નિયાસિન રાઈબોફ્લેવિન બી6 અને ફોલેટ હોય છે. જે બલ્ડ સર્કુલેશનને વધારે છે અને ખીલની સારવારમાં પણ મદદ કરે છે. તેમાં જિંક અને પોટેશિયમ પણ હોય છે. જે લાલિમાથી લડે છે અને ત્વચાની 
 
સોનાને ઓછું કરે છે. 
 
2. ત્વચાને ટોન કરે. 
કોલેજનના ઉત્પાદનને વધારવામાં કોળુ મદદગાર છે. જેનાથી ત્વચાની ટોન અને લોચમાં સુધાર હોય છે. આ શાક વિટામિન સીની સાથે-સાત્ઘે બીટા કોરોટીનનો પણ એક સમૃદ્ધ સ્ત્રોત છે જે યૂવી ડેમેજથી નિપટવામાં  મદદ કરે છે અને ત્વચાની બનાવટને સુધારે છે. 
 
3. ત્વચાને અંદરથી નિખારે 
તેમાં એંજાઈમ અને અલ્ફા હાઈડ્રોક્સી એસિડ હોય છે જે મૃત ત્વચાની કોશિકાઓને હટાવે છે. મૃત ત્વચાને હટાવીને નવી કોશિકાઓ બનવાની ગ્કતિ તીવ્ર થઈ જાય છે. તેનો સ્મૂદનિંગ અને બ્રાઈટનિંગ ઈફ્ક્ટ હોય છે. જેનાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
4. કરચલીઓ દૂર કરે 
પંપકિનમાં રહેલ વિટામિન A અને બીટા કેરોટીન, કરચલીઓને ઓછુ કરવામાં  મદદ કરવા માટે કોલેજન ઉત્પાદન વધારે છે. બીટા કેરોટીન યૂવી ડેમેજને દૂર કરવા અને પિગમેંટેશનમાં સુધાર કરવામાં પણ મદદ કરે છે. તેથી જો તમારા કોઈ કાળા ડાઘ કે ફ્રેનક્લ્સ છે તો કોળુ તમારા માટે સુપરફૂડ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vrat Recipe- બટાકાનો શીરો