Publish Date: Thu, 23 Nov 2017 (13:16 IST)
Updated Date: Thu, 23 Nov 2017 (13:28 IST)
ગુજરાતમાં કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ ખોવાઈ ગયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ મોરચાએ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે તે રાજ્યની 89 બેઠકોમાંથી 69 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાની જાહેરાત કરી છે. જનમોરચાએ કઈ બેઠક પર કોને ઉભા રાખ્યા તેની યાદી આ પ્રમાણે છે.
આજે પત્રકાર પરિષદને સંબોધતાં શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રતિક તથા ચૂંટણી ઢંઢેરાની વિગતો જાહેર કરી હતી. આ પ્રસંગે શંકરસિંહ બાપુ, જનવિકલ્પના પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા તથા મંત્રી પાર્થેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.