Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શંકરસિંહ વાઘેલાના પક્ષનું સૂરસૂરિયું, ભાજપે નાણાં ધીરવાનો ઈન્કાર કર્યો હોવાની ચર્ચાઓ

શંકરસિંહ વાઘેલાના પક્ષનું સૂરસૂરિયું, ભાજપે નાણાં ધીરવાનો ઈન્કાર કર્યો હોવાની ચર્ચાઓ
, મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (13:11 IST)
કોંગ્રેસમાંથી છુટા થઈને પોતાનો ત્રીજો મોરચો શરૂ કરનાર શંકરસિંહ વાઘેલાની પાર્ટીનું સૂરસૂરિયું થઈ ગયું છે. ગુજરાતી વેબસાઈટ મેરાન્યૂઝ પ્રમાણે કોંગ્રેસમાં મારૂ કોઈ સાંભળતુ નથી, તેમ કહી કોંગ્રેસ સાથે છેડો ફાડી અમિત શાહની યોજના મુજબ જનવિકલ્પ નામનો ત્રીજો મોરચો તો શંકરસિંહે ખોલી નાખ્યો, પણ જનવિકલ્પની રેલીમાં દસ માણસો પણ આવતા ન્હોતા, જેના કારણે અમિત શાહે ભાજપની બી ટીમ તરીકે બજારમાં ઉતારેલા જનવિકલ્પને નાણા ધીરવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે હવે બાપુને ખીસ્સાના પૈસા ખર્ચી ગાલ લાલ રાખવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

ગુજરાતમાં ભાજપથી નારાજ થયેલા મતદારો કોંગ્રેસને મત આફવાને બદલે ત્રીજા મોર્ચાને મત આપશે, તેના કારણે ભાજપને ફાયદો થશે તેવી ગણતરી સાથે અમિત શાહ અને શંકરસિંહે ગઠબંધન કરી જનવિકલ્પની શરૂઆત કરી હતી, સુત્રોના જણાવ્યા પ્રમાણે આ માટે ભાજપ દ્વારા એકસો કરોડ પાછલા બારણે આપવાનો નિર્ણય પણ કર્યો હતો. જનવિકલ્પ દ્વારા જ્યાં પણ ભાજપની સ્થિતિ નબળી છે ત્યાં પોતાના ઉમેદવાર ઊભા રાખી કોંગ્રેસનો ખેલ બગાડવાનો તખ્તો ઘડયો હતો. પરંતુ પહેલા તબક્કામાં ભાજપ અને અમિત શાહને ખ્યાલ આવી ગયો કે બાપુનો સિક્કો ખોટો નિકળ્યો, જનવિકલ્પના નામે બાપુ શરૂ કરેલી યાત્રામાં બાપુનું સ્વાગત કરવા માટે માટે પણ કરગરી માણસો બોલાવે પડે છે.જો આવી જ સ્થિતિ હોય તો બાપુમાં રોકાણ કરવાનો કોઈ અર્થ નથી. આખરે અમિત શાહે જલવિકલ્પને નક્કી કરેલા પૈસા આપવાનો ઈન્કાર કરી દેતા બાપુનો ખેલ બગડી ગયો હતો. હવે બાપુની સ્થિતિ કફોડી થઈ છે, તેમનો મોર્ચો ચૂંટણી લડશે તેવી જાહેરાંત કરી દીધા હતી, ભાજપ પોતાના વાયદામાંથી હટી ગયું છે તે વાત બાપુ જાહેર કરી શકતા નથી, એટલે બાપુ જ્યાં દસ રૂપિયા ખર્ચ કરવાના હતા ત્યારે હવે એક જ રૂપિયો ખર્ચી રહ્યા છે. સમગ્ર રાજયમાં પહેલા તબ્બકે જનવિકલ્પના જે હોર્ડિગ લાગ્યા હતા, તેમાં હવે આગળ નહીં વધવાનો પણ નિર્ણય લેવાઈ ગચો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં નવી સરકારનું ભાવિ 51% યુવાઓના હાથમાં