Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surat Crime News : બોયફેન્ડ સાથે મરવા ગઈ 17 વર્ષની પ્રેગનેંટ ગર્લફ્રેંડ, યુવકે કર્યો ઈનકાર તો યુવતીએ છત પરથી લગાવી દીધી છલાંગ

broken heart
, બુધવાર, 22 જાન્યુઆરી 2025 (12:40 IST)
Surat Crime News: ગુજરાતના સૂરતમાં એક સગીર યુવતી તરફથી પ્રેમ માટે આત્મહત્યા કરવાની કોશિશ કરવાની આવી છે. આ મામલો સૂરતના વરાછાનો છે. ઉલ્લેખનીય છે કે 17 વર્ષની આ યુવતી પોતાના બોયફ્રેંડ સાથે ચત પરથી કૂદીને આત્મહત્યા કરવાનો ઈરાદો બનાવો હતો. સાથે જ નક્કી પ્લાન મુજબ તે પોતાના પ્રેમી સાથે છત પર પહોચી ગઈ.  પણ તેના પ્રેમીએ અંતિમ વખતે પોતાનો નિર્ણય બદલી નાખ્યો કે છત પરથી છલાંગ નહી લગાવે.  ત્યારબાદ યુવતીએ એકલીએ જ છત પરથી છલાંગ લગાવી દીધી.  યુવતી છત પરથી કૂદ્યા પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 
 
છ અઠવાડિયાની પ્રેગનેંટ છે ગર્ભવતી યુવતી 
હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ દરમિયાન ડોક્ટરોને જાણ થઈ કે યુવતી છ વીકની પ્રેંગનેટ છે. થોડા સમય પહેલા જ યુવતીને ખબર પડી કે તેના પ્રેમીની સગાઈ કોઈ અન્ય યુવતી સાથે થઈ ગઈ છે. ત્યારબાદ યુવતી અને યુવક વચ્ચે ખૂબ બોલચાલ થઈ. યુવક પ્રેમિકાને ઘરે આવી ગયો, યુવતી પોતાની બહેન સાથે રહેતી હતી. બંને વિવાદ કરતા કરતા બાજુની બિલ્ડિંગની ઈમારતના ત્રીજા માળે જતા રહ્યા. ત્યા જ આ ઘટના બની. આ ઘટના સવારે લગભગ 10.30 વાગ્યાની છે. યુવતીના પ્રેમીનુ નામ સોહમ ગોહિલ છે.  
 
મામલાની તપાસમાં લાગી પોલીસ 
વરાછા પોલીસ તરફથી યુવતીના પ્રેમી વિરુદ્ધ IPS અને પોક્સો હેઠળ રેપનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસની તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. યુવતીની બહેને  FIR માં બતાવ્યુ કે યુવતી પોતાના પ્રેમીને ઈસ્ટાગ્રામ પર મળી. તેની દોસ્તી એક વર્ષ પહેલા થઈ હતી. દોસ્તી થયા પછી પ્રેમીએ યુવતીને પોતાના ઘરે બોલાવીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંદ બનાવ્યા. પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીની શોધ કરી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનાના ભાવમાં ઘટાડો, ખરીદદારો માટે સુવર્ણ તક