ગુજરાતના અમદાવાદમાં આજે સવારે નેશનલ હાઈવે પર ગેસ ટેન્કર લીક થયું હતું. આ ટેન્કરમાં એમોનિયા ગેસ હતો, જે લીક થવા લાગ્યો અને ફેલાઈ ગયો. આ જોઈને હાઈવે પરથી પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસે સ્થળ પર આવીને રસ્તો સાફ કરાવ્યો હતો. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી લીકેજ પર કાબુ મેળવ્યો હતો.
ગેસ લીકેજ થતાં ટેન્કર ચાલક ટેન્કરને અંડરપાસમાંથી બહાર કાઢી સર્વિસ રોડ ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાએ વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો