Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લૉજમાં કર્યો રેપ, સિગરેટથી દીધા ડામ, તવાથી માર માર્યો અને કાપી નાખ્યા વાળ, 6ના વિરુદ્ધ નોંધાયો કેસ

  crime
ઠાણે , મંગળવાર, 14 જાન્યુઆરી 2025 (14:24 IST)
મહારાષ્ટ્રના ઠાણે જીલ્લામાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહી એક વ્યક્તિ પર 27 વર્ષીય મહિલા સાથે બળાત્કાર કરવા તેને બ્લેકમેલ કરી લગ્ન માટે મજબૂર કરવા અને તેને સિગરેટ તેમજ ગરમ તવાથી ડામ આપવાનો આરોપ છે. પોલીસે મંગળવારે આ ઘટના વિશે માહિતી આપી. તેમણે જણાવ્યુ કે ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માઘ્યમથી પીડિતાની અરોપી સાથે મિત્રતા થઈ હતી. જ્યારબાદ આ ઘટના શરૂ થઈ.  પોલીસે પીડિતાની ફરિયાદના આધાર પર 38 વર્ષીય વ્યક્તિ અને તેની માતા સહિત તેના પરિવારના 5 સભ્યો વિરુદ્દ રિપોર્ટ નોંધાવી છે.  
 
રેપ પછી બનાવ્યો વીડિયો 
ઉલ્લેખનીય છે કે ઉલ્હાસનગર નિવાસી આરોપી 2021માં ફેસબુકના માધ્યમથી પીડિતાનો મિત્ર બન્યો હતો. વિઠ્ઠલવાડી પોલીસમથકના એક અધિકારી જણાવ્યુ કે તે પીડિતાને એક લૉજમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો.  પીડિતાની ફરિયાદના હવાલાથી તેણે જણાવ્યુ કે આરોપીએ પીડિતાનો આપત્તિજનક વીડિયો પણ બનાવી લીધો.  તેની વાત ન માનવા પર વીડિયોને ઓનલાઈન અપલોડ કરવાની ધમકી આપી. ત્યારબાદ તેણે અનેકવાર પીડિતા પર રેપ કર્યો. 
 
ઘરે લઈ જઈને કરી પ્રતાડિત 
પોલીસે જણાવ્યુ કે પછી પીડિતાને એ વ્યક્તિ સાથે લગ્ન કરવા મજબૂર કરી. આરોપી અને તેની મા તેને મઘ્યપ્રદેશના ગ્વાલિયર લઈ ગયા. અહી તેમને પીડિતાના વાળ અને આઈબ્રો કાપી નાખ્યા અને તેને ઘરમાં બંધક બનાવીને રાખી.  અધિકારી જણાવ્યુ કે વ્યક્તિના કથિત રૂપે પીડિતાને સિગરેટથી ડામ આપ્યા અને તેની મા એ તેને ગરમ તવાથી માર્યુ. જેને કારણે તે ગંભીર રૂપથી ઘાયલ થઈ. તેણે જણાવ્યુ કે આરોપીઓએ તેના આધાર અને પેન કાર્ડ સાથે બેંકની પાસબુક પણ લઈ લીધી.  તેમણે લોન લેવા માટે તેના દસ્તાવેજનો દુરુપયોગ કર્યો. 
 
બ્લેકમેલ કરી રહ્યા છે આરોપી 
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે આરોપીઓ પીડિતાને ધમકી આપી કે જો તેણે તેના પિતા દ્વારા તેમની માંગ પુરી નહી કરી તો તે આપત્તિજનક વીડિયો ઓનલાઈન અપલોડ કરી દેશે. આ સમગ્ર ઘટના પછી મહિલાએ રવિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધાર પર પોલીસ સંબંધિત ધારાઓમાં આરોપીઓ વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો.  પોલીસે કહ્યુ કે આ સંબંધમાં અત્યાર સુધી કોઈ ધરપકડ થઈ નથી. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NITISH REDDY VIRAL VIDEO : નીતીશ કુમાર રેડ્ડી તિરુપતિ મંદિરના પગથિયા ઘૂંટણિયા ટેકીને ચઢતા વીડિયો થયો વાયરલ