Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NITISH REDDY VIRAL VIDEO : નીતીશ કુમાર રેડ્ડી તિરુપતિ મંદિરના પગથિયા ઘૂંટણિયા ટેકીને ચઢતા વીડિયો થયો વાયરલ

Nitish Kumar Reddy_X
નવી દિલ્હી. , મંગળવાર, 14 જાન્યુઆરી 2025 (13:35 IST)
સ્ટાર ભારતીય ઓલરાઉંડર નીતીશ કુમાર રેડ્ડીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સમાપ્ત થયેલ 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં બેટ અને બોલથી મચાવી ધમાલ. તેજ બોલર ઓલરાઉન્ડર, બોર્ડર ગાવસ્કર સીરિઝની સૌથી મોટી શોધમાંથી એક બનીને ઉભર્યા. આ પ્રવાસ પરથી ઘરે પરત ફર્યા પછી તેઓ ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કરવા પહોચ્યા. 
 
તિરુપતિ મંદિરમાં કર્યા દર્શન 
ઓસ્ટ્રેલિયામાં એક યાદગાર શ્રેણી પછી રેડ્ડી ગયા અઠવાડિયે ભારત પરત ફર્યા અને સોમવારે તેમણે તિરુપતિ મંદિરના દર્શન કર્યા. તેમણે ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ પર મંદિરની સીઢીઓ ઘૂંટણના બળ ચઢતા એક વીડિયો શેયર કર્યો જે હવે ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 
ઘૂંટણના બલ પર ચઢી સીઢીઓ 
ઝડપી બોલર ઓલરાઉંડરે તિરુપતિ મંદિરના દર્શન કર્યા. આ દરમિયાન તેમણે મંદિરની પોતાની યાત્રા પરથી થોડા અંશ શેયર કર્યા જેમા તેમને ભગવાનનો આભાર પ્રગટ કરતા ઘૂંટણના બળ પર સીઢીઓ ચઢતા જોઈ શકાય છે. 

 
ઘરે પહોચતા થયુ જોરદાર સ્વાગત 
આ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ક્રિકેટરનો ઓસ્ટ્રેલિયાથી ઘરે પરત ફરતા ખૂબ જ ઉમળકાથી સ્વાગત કરવામાં આવ્યુ. નીતીશ એક ખુલી જીપની આગળ બેસેલા જોયા. તેમની સાથે તેમના પિતા મુત્યાલુ રેડ્ડી પણ હતા. વિશાખાટ્ટનમમાં નીતીશના ગૃહનગર ગજુવાકાની ગલીઓમાંથી તેમની ગાડીઓનો કાફલો પસાર થયો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાકુંભ 2025 ના પ્રથમ દિવસે 1.5 કરોડથી વધુ ભક્તોની વિક્રમી ભીડ