ફિલ્મ અપૉકલિપ્સ નાઓ માટે ઓસ્કર માટે નામિત થનારા ફિલ્મમેકર રિચર્ડ માર્ક્સનુ નિધન થઈ ગયુ છે. તેઓ 75 વર્ષના હતા. તેમની પત્ની ફિલ્મ એડિટર બારબરા માર્ક્સે વેરાઈટી ડૉટ કૉમમાં આ વાતની ચોખવટ કરી. 31 ડિસેમ્બરના રોજ અકાસ્માત તેમનુ નિધન થઈ ગયુ.
ઉલ્લેખનીય છે કે તેમની ફિલ્મ ટર્મ્સ ઓફ એંડિયરમેંટ સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર જીતી ચુકી છે. આ ફિલ્મ દ્વારા તેમને ઓળખ મળી. માર્ક્સે જંપિન જૈક ફ્લૈશ, વ્હાટ પ્લેનેટ આર યૂ ફૉમ ? અને પેનીઝ ફ્રોમ હૈવન જેવી ફિલ્મોનુ નિર્માણ પણ કર્યુ.
વર્ષ 1943માં જન્મેલા માર્ક્સે 1867માં બારબરા સાથે લગ્ન કર્યા. તે 1969માં ફ્રાંસિસ ફોર્ડ કોપોલાની ફિલ્મ રેન પીપલ માટે સહાયક એડિટર બની. માર્ક્સને 2013માં અમેરિકન સિનેમા એડિટર્સની તરફથી કરિયર અચીવમેંટ એવોર્ડ મળ્યો.
માર્ક્સે જેમ બ્રુકની બધી 6 ફિલ્મો ટર્મ્સ ઓફ એડિયરમેંટ, બ્રોડકૉસ્ટ ન્યૂઝ, એજ ગુડ એજ ઈટ ગેટ્સ, આઈ વિલ ડૂ એનીથિંગ, સ્પૈગ્લિશ અને હાઉ ડૂ યૂ નો નુ સંપાદન કર્યુ.
તેમણે એક દસકાથે વધુ સમય સુધી યૂસીએલએમાં એડિટિંગ શિખવાડ્યુ. તેમના પરિવારમાં તેમની પત્ની બારબરા નએ પુત્રી લેસ્લી છે.