Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amaranath Katha - જાણો અમરનાથ યાત્રાનું શુ રહસ્ય છે ?(Amarnath yatra)

Amaranath Katha - જાણો અમરનાથ યાત્રાનું શુ રહસ્ય છે ?(Amarnath yatra)
, સોમવાર, 4 જુલાઈ 2022 (09:47 IST)
પુરાણોમાં ઉલ્લેખ છે કે એકવાર માં પાર્વતીએ ખૂબ ઉત્સુકતા સાથે દેવાધિદેવ મહાદેવને પ્રશ્ન કર્યો કે આવુ કેમ થાય છે કે તમે અજર અમર છો અને મને દરેક જન્મ પછી એક નવુ સ્વરૂપમાં આવીને ફરીથી વર્ષોથી કઠોર તપસ્યા પછી તમને પ્રાપ્ત કરવાના હોય છે. જ્યારે મને તમને જ પ્રાપ્ત કરવાના છે તો પછી મારી આ તપસ્યા અને મારી આટલી કઠોર પરીક્ષા કેમ.  તમારા કંઠમાં પડેલી આ નરમુંડ માળા અને તમારા અમર થવાનુ કારણ અને રહસ્ય શુ છે ? મહાદેવે પહેલા તો માતાને આ ગૂઢ રહસ્ય બતાવવુ યોગ્ય ન સમજ્યુ પણ માતાની સ્ત્રી હઠ આગલ તેમની એક ન ચાલી. ત્યારે મહાદેવ શિવને મા પાર્વતીને પોતાની સાધનાની અમર કથા બતાવવી પડી જેને આપણે અમરત્વની કથાના રૂપમાં ઓળખીએ છીએ.  આ પરમ પાવન અમરનાથની ગુફા સુધી અમરનાથ યાત્રા હિન્દુ માસના અષાઢ પૂર્ણિમાથી શ્રાવણ માસની પૂર્ણિમા સુધી હોય છે. આ યાત્રા લભગ 45 દિવસ સુધી ચાલે છે.  ભગવાન શંકરે મા પાર્વતીજીને એકાંત અને ગુપ્ત સ્થાન પર અમર કથા સાંભળવા માટે કહ્યુ,  જેથી આ કથા કોઈ પણ જીવ કે વ્યક્તિ અને અહી સુધી કે કોઈ પશુ પક્ષી પણ સાંભળી ન શકે. કારણ કે જે આ અમરકથાને સાંભળી લેતુ તે અમર થઈ જતુ. 
webdunia
 
આ કારણે શિવજી પાર્વતીને લઈને કોઈ ગુપ્ત સ્થાન તરફ ચાલી પડ્યા. સૌ પહેલા ભગવાન ભોલેએ પોતાની સવારી નંદીને 
 
પહેલગામ પર છોડી દીધુ. તેથી બાબા અમરનાથની યાત્રા પહેલગામથી શરૂ કરવાનુ તાત્પર્ય કે બોધ હોય છે.  આગળ જતા શિવજીએ પોતાની જટાઓમાંથી ચન્દ્રમાને ચંદનવાડીમાં અલગ કરી દીધા અને ગંગાજીને પંચતરણીમાં અને કંઠાભૂષણ સર્પોને શેષનાગ પર છોડી દીધા.  આ રીતે આ પડાવનું નામ શેષનાથ પડ્યુ.  આગળની યાત્રામાં આગલો પડાવ ગણેશ ટોપ આવે છે. જેને મહાગુણાનો પર્વત પણ કહેવામાં આવે છે.  પિસ્સુ ઘાટીમાં પિસ્સૂ નામના જંતુને પણ ત્યજી દીધો.  આ રીતે મહાદેવ પોતાની પાછળ જીવનદાયિની પાંચ તત્વોને પણ  ખુદથી અલગ કરી દીધા. ત્યારબાદ માં પાર્વતી સંગ એક ગુપ્ત ગુફામાં પ્રવેશ કરી ગયા.  કોઈ વ્યક્તિ પશુ કે પક્ષી ગુફાની અંદર પ્રવેશ ન કરી શકે તે માટે શિવજીએ પોતાના ચમત્કારથી ગુફાની ચારેબાજુ  આગ પ્રજવ્વ્લિત કરી. પછી શિવજીએ જીવનની અમર કથા માતા પાર્વતીને શિવજીએ જીવનની અમર કથા સંભળાવવી શરૂ કરી. કથા સાંભળતા સાંભળતા દેવી પાર્વતીને ઉંઘ આવી ગઈ અને તે સૂઈ ગયા.  જેની શિવજીને જાણ ન થઈ. શિવ અમર થવાની કથા સંભળાવી રહ્યા હતા ત્યારે બે સફેદ કબૂતર શિવજીની કથા સાંભળી રહ્યા હતા ત્યારે વચ્ચે વચ્ચે ગૂં ગૂ, નો અવાજ  કાઢી રહ્યા હતા. શિવજીને લાગી રહ્યુ હતુ કે માં પાર્વતી કથા સાંભળી રહ્યા છે અને વચ્ચે વચ્ચે હુંકારો આપી રહ્યા છે. આ રીતે બંને કબૂતરોએ અમર થવાની કથા સાંભળી લીધી  કથા સમાપ્ત થયા પછી શિવનુ ધ્યાન પાર્વતી તરફ ગયુ જે સૂઈ રહ્યા હતા. શિવજીએ વિચાર્યુ કે પાર્વતી સૂઈ રહી છે તો કથા કોણ સાંભળી રહ્યુ હતુ. ત્યારે મહાદેવની દ્રષ્ટિ કબૂતરો પર પડી.  મહાદેવ શિવ કબૂતરો પર ક્રોધિત થઈ ગયા અને તેમને મારવા ઉતાવળા થયા ત્યારે કબૂતરોએ  શિવજીને કહ્યુ કે હે પ્રભુ અમે તમારી પાસેથી અમર   થવાની કથા સાંભળી છે. જો તમે અમને મારી નાખશો તો અમર થવાની આ કથા ખોટી સાબિત થશે.  જેથી શિવજીએ કબૂતરોને જીવતા છોડી દીધા અને તેમને આશીર્વાદ આપ્યા કે તમે સદૈવ આ સ્થાન પર શિવ પાર્વતીના પ્રતિક ચિન્હ રૂપે નિવાસ કરશો. તેથી આ કબૂતરની જોડી અજર અમર થઈ ગયુ. એવુ કહેવાય છેકે આજે પણ આ બંને કબૂતરોના દર્શન ભક્તોને અહી પ્રાપ્ત થાય છે. આ રીતે આ ગુફા અમર કથાની સાક્ષી બની ગઈ અને તેનુ નામ અમરનાથ ગુફા પડી ગયુ. જ્યા ગુફાની અંદર ભગવાન શંકર બરફના પ્રકૃતિ દ્વારા નિર્મિત શિવલિંગના રૂપમાં વિરાજમાન છે.  પવિત્ર ગુફામાં માં પાર્વતી ઉપરાંત ગણેશના પણ  જુદા બરફથી નિર્મિત પ્રતિરૂપોના પણ દર્શન કરી શકાય છે.  
 
ગુફાની શોધ વિશે એક અન્ય કથા - અમરનાથની પવિત્ર ગુફાની શોધ વિશે પુરાણોમાં પણ એક કથા પ્રચલિત છે કે એકવાર એક સુથારને એક સાધુ મળ્યો. જેણે એ સુથારને કોલસાથી ભરેલ એક કોથળો આપ્યો.  જેને સુથાર પોતાના ખભા પર ઉંચકીને ઘરે લઈ ગયો. ઘરે જઈને તેણે કોથળો ખોલ્યો તો તે નવાઈમાં પડી ગયો.  કારણ કે કોલસાના કોથળામાં સોનાના સિક્કા હતા.  ત્યારબાદ સુથાર સાધુને મળવા અને તેમનો આભાર માનવા એ જ સ્થાન  પર ગયો જ્યા સાધુ મળ્યા હતા. પણ તેને ત્યા સાધુ દેખાયા નહી. પણ તેને ત્યા એક ગુફા જોવા મળી.  તે અંદર ગયો તો તેણે જોયુ કે ભગવાન ભોલે શંકર બરફથી બનેલ શિવલિંગના આકારમાં સ્થાપિત હતા.  તેણે ત્યાથી પરત આવીને બધાને આ વિશે જણાવ્યુ. અને આ રીતે ભોલે બાબાની પવિત્ર અમરનાથ ગુફાની શોધ થઈ ધીરે ધીરે લોકો પવિત્ર ગુફા અને બાબાના દર્શન માટે પહોંચવા લાગ્યા  જે આજ સુધી દરવર્ષે ચાલુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shoes Theft is Good sign: મંદિરમાંથી ચંપલની ચોરી થવી શુભ માનવામાં આવે છે.