Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થયા બાદ આજે ભગવાન મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાયા

ભગવાન નગરચર્યા કર્યા બાદ મંદિરના પરિસરમાં કરે છે એક રાતનો વિસામો

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થયા બાદ આજે ભગવાન મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાયા
, મંગળવાર, 13 જુલાઈ 2021 (21:32 IST)
કોરોના ગાઇડ લાઇન સાથે નીકળેલી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા ગઈકાલે શાંતિપૂર્ણસંપન્ન થઈ હતી રથયાત્રા નિજ મંદિરે પરત ફર્યા બાદ આજે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીને અને મંદિરના ગર્ભગૃહમાંમાં બિરાજમાન કરાયા હતા.
 
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મંદિરમાં યોજાનાર આ વિધિમાં સહભાગી થઇ ભગવાનની પૂજા અર્ચના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા પછી નિજ મંદિરમાં પરત આવ્યા બાદ મંદિર પરિસરમાં રાતવાસો કરે છે અને બીજે દિવસે તેમને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરાય છે. આ પ્રસંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જહાં અન્ય સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના આ ગામમાં થયું 100 ટકા ૨સીકરણ સંપન્ન, અન્ય ગામો માટે બનશે ઉત્તમ પ્રે૨ણાસ્ત્રોત