Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન કરાયુ, જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય નથી લેવાયો

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન કરાયુ, જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય નથી લેવાયો
, શુક્રવાર, 14 મે 2021 (11:37 IST)
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવતું હોય છે. આજે અખાત્રીજના દિવસે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યું હતું. માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.  ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી આપણા માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ગયા વર્ષે આપણે મહામારીના કારણે રથયાત્રા કાઢી શક્યા નથી.
webdunia

આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહિ તે કહેવું હાલ વહેલું છે. આપણે ભગવાન જગન્નાથ ને પ્રાર્થના કરી છે કે મહામારીમાંથી જલ્દી મુક્તિ મળે. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે આજે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવે છે. આજે પૂજન બાદ ત્રણ- ચાર દિવસમાં રથનું સમારકામ અને રંગરોગાન શરૂ કરવામાં આવશે. 24મી જુનના રોજ જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય લીધો નથી. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાના કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરી અને મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યારબાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Whatsapp Alert-નવી પૉલીસી ન માનતા યૂજર્સને કાલેથી નહી મળશે ઘણા ફીચર્સનો ફાયદો