Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખુશખબર- PM-SYM યોજનામા મજૂરોને દર વર્ષ મળશે 36 હજાર રૂપિયા પેંશન! જાણો કેવી રીતે કરવુ અપ્લાય

ખુશખબર- PM-SYM યોજનામા મજૂરોને દર વર્ષ મળશે 36 હજાર રૂપિયા પેંશન! જાણો કેવી રીતે કરવુ અપ્લાય
, રવિવાર, 19 જૂન 2022 (12:49 IST)
PMSYM Yojana Registration:   (Pradhan Mantri Shram Yogi Maan-dhan) પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના-

અસંગઠિત વિસ્તારના મજૂરો માટે એક સારી યોજના છે. આ યોજના હેઠણ રેકડી લગાવતા, રિક્ષાચાલકો, બાંધકામ શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને તેમના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવામાં મદદ કરવામાં આવશે. સરકાર આ યોજનના હેઠણ પેંશનની ગારંટી આપે છે. આ યોજનામાં તમે દરરોજ માત્ર 2 રૂપિયા બચાવીને વર્ષના 36000 રૂપિયાની પેંશન મેળવી શકો છો. આવો જાણીએ આ યોજના વિશ્વ
દરરોજ માત્ર 2 રૂપિયા એક્ત્ર કરવા પડશે. 
આ સ્કીમને શરૂ કરતા પર તમને દર મહિને 55 રૂપિયા જમા કરાવવુ પડસે. એટલે કે 18 વર્ષની ઉમ્રવાળા દરરોજ આશરે 2 રૂપિયા બચાવીને તમને વાર્ષિક 36000 રૂપિયા પેન્શન મળી શકે છે. જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરથી આ સ્કીમ શરૂ કરે છે, તો તેણે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે. તમને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળવાનું શરૂ થશે. 60 વર્ષ પછી, તમને દર મહિને 3000 રૂપિયા એટલે કે પ્રતિ વર્ષ 36000 રૂપિયા પેન્શન મળશે.
 
આ જરૂરી દસ્તાવેજો છે
આ સ્કીમનો લાભ લેવા માટે તમારી પાસે સેવિંગ બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
 
સરળતાથી રજીસ્ટ્રેશન થઈ જશે
 
આ માટે, તમારે સામાન્ય સેવા કેન્દ્ર (CSC) માં યોજના માટે નોંધણી કરાવવી પડશે. કામદારો CSC કેન્દ્રમાં પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે. સરકારે આ યોજના માટે વેબ પોર્ટલ બનાવ્યું છે. આ કેન્દ્રો દ્વારા ઓનલાઈન તમામ માહિતી ભારત સરકારને જશે. 
 
આ માહિતી આપવી પડશે 
રજીસ્ટ્રેશન માટે તમારા આધાર કાર્ડ, બચત અથવા જન ધન બેંક ખાતાની પાસબુક, મોબાઇલ નંબરની જરૂર પડશે. આ ઉપરાંત, સંમતિ પત્ર આપવાનો રહેશે જે બેંક શાખામાં પણ આપવાનો રહેશે જ્યાં કાર્યકરનું બેંક ખાતું હશે, જેથી સમયસર તેના બેંક ખાતામાંથી પેન્શન માટે પૈસા કાપી શકાય.
 
કોણ પાત્ર છે?
 
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના હેઠળ, કોઈપણ અસંગઠિત ક્ષેત્રના કાર્યકર, જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે અને કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યો નથી, તે લાભ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ માટે અરજી કરનાર વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બે દિવસ સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી