Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

International Labour Day 2022: જાણો શુ છે મજૂર દિવસનો ઈતિહાસ અને આ દિવસ મજૂરોને સમર્પિત કેમ છે ?

labour day
, શનિવાર, 30 એપ્રિલ 2022 (23:11 IST)
labouyrd
દર વર્ષે 1લી મેના રોજ દેશ-દુનિયામાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 1 મેના રોજ મજૂરો અને કામદારોને સન્માન આપવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ તેમને સમર્પિત કરવામાં આવે છે. જેને લેબર ડે, શ્રમિક દિવસ, મજૂર દિવસ, મે ડે તરીકે ઓળખવામાં આવે છે. મજૂર દિવસનો ઉદ્દેશ્ય માત્ર મજૂરોને સન્માન આપવાનો નથી, પરંતુ આ દિવસે મજૂરોના અધિકારો માટે પણ અવાજ ઉઠાવવામાં આવે છે. જેથી તેમને સમાન અધિકાર મળી શકે. તો ચાલો જાણીએ શું છે મજૂર દિવસનો ઈતિહાસ અને આ દિવસની ઉજવણીનો હેતુ શું છે.
 
જાણો કેમ 1 મે ના રોજ મજૂર દિવસ ઉજવાય છે ?
આ આંદોલન 1 મે 1886ના રોજ અમેરિકામાં શરૂ થયુ હતુ. આ આંદોલનમાં અમેરિકાના મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓએ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આ  આંદોલનનું કારણ કામના કલાકો હતા કારણ કે મજૂરો પાસેથી દિવસમાં 15-15 કલાક કામ કરવાની ફરજ  પાડવામાં આવી હતી. આંદોલનની વચ્ચે, પોલીસે મજૂરો પર ગોળીબાર કર્યો અને ઘણા કામદારોએ જીવ ગુમાવ્યો.   બીજી બાજુ 100 થી વધુ શ્રમિક ઘાયલ થઈ ગયા. આ આંદોલનના ત્રણ વર્ષ પછી, 1889 માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની બેઠક મળી. જેમાં દરેક મજૂર પાસેથી માત્ર 8 કલાક કામ લેવાનું નક્કી કરાયું હતું. 
 
આ કોન્ફરન્સમાં જ 1 મેના રોજ મજૂર દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે દર વર્ષે 1 મેના રોજ રજા આપવાનું પણ નક્કી કરાયું હતું. અમેરિકામાં આઠ કલાક કામ કરનારા કામદારોના નિયમ બાદ ઘણા દેશોમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. 
 
ભારતની શરૂઆત ક્યારે થઈ
અમેરિકામાં ભલે 1 મે, 1889ના રોજ મજૂર દિવસ મનાવવાનો પ્રસ્તાવ આવ્યો હોય. પરંતુ તે લગભગ 34 વર્ષ પછી ભારત આવ્યો હતો. ભારતમાં મજૂર દિવસની શરૂઆત 1 મે 1923ના રોજ ચેન્નઈથી કરવામાં આવી હતી. આ નિર્ણય લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાનની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો હતો. આ બેઠકને અનેક સંસ્થાઓ અને સામાજિક પક્ષોનું સમર્થન મળ્યું હતું. જેઓ કામદારો પર થતા અત્યાચાર અને શોષણ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. તેનું નેતૃત્વ ડાબેરીઓએ કર્યું હતું.
 
મજૂર દિવસનો ઉદ્દેશ્ય શું છે
દર વર્ષે 1લી મેના રોજ મજૂર દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય મજૂરો અને કામદારોની સિદ્ધિઓનું સન્માન કરવાનો અને યોગદાનને યાદ કરવાનો છે. આ સાથે કામદારોના હક્ક અને અધિકાર માટે અવાજ ઉઠાવવો અને શોષણ બંધ કરવાનો છે. આ દિવસે, ઘણી સંસ્થાઓમાં કર્મચારીઓને એક દિવસની રજા આપવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2022 GT vs RCB Highlights: ગુજરાત ટાઈટંસે 6 વિકેટે આરસીબીને હરાવ્યુ