Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીની તપાસ અર્થે થયેલી અરજી હાઈકોર્ટે ફગાવી

હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીની તપાસ અર્થે થયેલી અરજી હાઈકોર્ટે ફગાવી
, ગુરુવાર, 23 નવેમ્બર 2017 (12:54 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલની કથિત સેક્સ સીડી બહાર આવી તેના પગલે મચેલો ખળભળાટ શમ્યો નથી ત્યાં આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજીને ફગાવી દેવાઈ છે. આ સેક્સ સીડીમાં હાર્દિક જેવો દેખાતો એક યુવક એક યુવતી સાથે સેક્સ માણતો દેખાય છે. હાર્દિક પટેલ માટે આ ચુકાદો રાહત આપનારો છે કેમ કે તેના કારણે આ વિવાદ પર પડદો પડી જશે.  હાર્દિક પટેલનો કહેવાતો વિડિયો સાચો છે કે ખોટો તે જાણવાનો મતદારોનો અધિકાર છે, ત્યારે ચૂંટણીપંચે તેની ફોરેન્સીક તપાસ કરાવી તેનો અહેવાલ લોકોને જણાવવો જોઇએ તેવી માગ સાથે થયેલી જાહેર હીતની રિટને ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી હતી. હાર્દિકની કુલ 6 સેક્સ સીડી બહાર આવી છે. “જાગતે રહો’ પાર્ટીના પ્રમુખ પ્રફુલ દેસાઇએ કરેલી પિટિશનમાં રજૂઆત કરી હતી કે, ભારત દુનિયામાં સૌથી મોટો લોકશાહી દેશ છે. તેના પાયામાં ચૂંટણી તંત્ર અને લોકોનો મતાધિકાર છે. ચૂંટણીપંચ સંપૂર્ણ સ્વાયત્ત છે. કોઇ પક્ષ કે ઉમેદવાર દ્વારા કોઇ ખોટી પદ્ધતિ ન અપનાવવામાં આવે તે જોવાની જવાબદારી ચૂંટણી કમિશનરની હોય છે. આ ઉપરાંત મતદાર ખોટા પ્રચારથી ગેરમાર્ગે દોરવાય નહીં તે જોવાની પણ પવિત્ર ફરજ અને જવાબદારી ચૂંટણી કમિશનરની છે. હાર્દિક પટેલની સીડી બહાર પડતાં મતદારો ગેરમાર્ગે દોરવાય તેવી શક્યતા છે તેથી તેની તપાસ કરાવવી જોઈએ. જો કે હાઈકોર્ટે આ અરજીના માન્ય નથી રાખી અને ફગાવી દીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આનંદીબેન અંગે હાર્દિક પટેલનું મોટુ નિવેદન જાણો શું કહ્યું