Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 19 February 2025
webdunia

જાણો આમ આદમી પાર્ટીના કયા નેતાએ ભાજપના નેતા વિરૂદ્ધ કરી ફરિયાદ

જાણો આમ આદમી પાર્ટીના કયા નેતાએ ભાજપના નેતા વિરૂદ્ધ કરી ફરિયાદ
, બુધવાર, 22 નવેમ્બર 2017 (16:40 IST)
ભારતીય જનતા પાર્ટીના રાજકોટ પૂર્વ વિધાનસભા 68 બેઠકના ઉમેદવાર અરવિંદ ગોરધનભાઇ રૈયાણી અને તેમના પરિવારના સભ્યો બે અલગ અલગ બેઠક પર મતદાર તરીકે રજીસ્ટર્ડ છે. આ અંગે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીત લોખિલે લેખિત ફરિયાદ ઇલેક્શન કમિશનને કરી છે. અરવિંદ રૈયાણી વાંકાનેર અને રાજકોટ પૂર્વ બેઠક એમ બે અલગ અલગ વિધાનસભા બેઠકો ઉપર મતદાર તરીકે રજીસ્ટર્ડ છે.

આથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીત લોખિલે ઇલેક્શન કમિશનને લેખિત રજૂઆત કરી છે. તેણે જણાવ્યું છે કે, પ્રતિનિધી ધારા હેઠળ આ ગુનાહિત પ્રવૃત્તિ છે. તેમનું ઉમેદવારી પત્રક રદ થાય અને અન્ય કાયદાઓ હેઠળ ગુનો નોંધવામાં આવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vodep - ગુજરાતમાં પદમાવતિ ફિલ્મ રિલીઝ નહીં થાય - સીએમ રૂપાણીની જાહેરાત