Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં 59 પક્ષો ચૂંટણી લડશે, ૭૮૮ અપક્ષો પણ મેદાને પડયા

89 બેઠકોમાં 59 પક્ષો ચૂંટણી લડશે
, ગુરુવાર, 23 નવેમ્બર 2017 (12:30 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ ૮૯ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની કામગીરી પૂરી થઇ ગઇ છે. પ્રથમ તબક્કા માટે કુલ ૧૭૦૩ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા છે અને જેમાંથી ૭૮૮ અપક્ષનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય પક્ષના કુલ ૫૨૩ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ભાજપ અને કોંગ્રેસે તકેદારીના ભાગરૃપે એક-એક બેઠક પર બે થી ત્રણ ડમી ઉમેદવાર પણ ઊભા રાખ્યા છે. જેમાં ભાજપના ૧૯૩, કોંગ્રેસના ૧૯૬ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યાનો પણ સમાવેશ થાય છે.

હવે આગામી દિવસોમાં આ ડમી ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચવાનું શરૃ કરશે. પ્રથમ તબક્કામાં સુરત જિલ્લાના લિંબાયત વિધાનસભા બેઠકમાંથી સૌથી વધુ ૪૨, જ્યારે નવસારી જિલ્લાના ગણદેવીમાંથી સૌથી ઓછા પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ૨૨ નવેમ્બરથી ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. ઉમેદવારો ૨૪ નવેમ્બર સુધી પોતાના ફોર્મ પાછા ખેંચી શકશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ ૨૧ નવેમ્બર હતી. રસપ્રદ વાત એ છે કે ૨૦ નવેમ્બર સુધી કુલ ૪૩૩ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ૨૧ નવેમ્બરના અંતિમ દિવસે અધધધ ૧૨૧૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સુરતમાંથી સૌથી વધુ ૨૪૬, રાજકોટમાંથી ૧૧૬, કચ્છમાંથી ૧૦૧, જામનગરમાંથી ૯૯, ભાવનગરમાંથી ૮૮, સુરેન્દ્રનગરમાંથી ૮૨ ઉમેદવારી પત્ર ભરાયાનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં નાના-મોટા કુલ ૫૯ પક્ષ મેદાનમાં ઉતરશે. આ વખતે ૬ રાષ્ટ્રીય, પાંચ અન્ય રાજ્યમાં નોંધાયેલી સ્ટેટ પાર્ટી, ૪૭ બીન માન્યતા પ્રાપ્ત પક્ષનો સમાવેશ થાય છે. બિન માન્યતા પ્રાપ્ત પક્ષમાંથી ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધુ ૬૩ ઉમેદવારો ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કામાં સુરતમાંથી કુલ સૌથી વધુ ૨૪૭, રાજકોટમાંથી ૧૫૮, કચ્છમાંથી ૧૫૪ ઉમેદવારોએ દાવેદારી નોંધાવેલી છે. હવે આગામી દિવસોમાં કેટલાક ઉમેદવારો ફોર્મ પાછું ખેંચશે. જેના લીધે પ્રથમ તબક્કામાં ૧૩૦૦ની આસપાસ ઉમેદવારો વચ્ચે મુકાબલો જોવા મળી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તું ખરતા તારા જેવો છે. ખરી પડીશ. - નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઈ પટેલનું