Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિંમતનગરમાં ઘરમાં સુઈ રહેલા માતા-દીકરી પર અચાનક ચાલુ પંખા સાથે છત પડી, બંનેના મોત

હિંમતનગરમાં ઘરમાં સુઈ રહેલા માતા-દીકરી પર અચાનક ચાલુ પંખા સાથે છત પડી, બંનેના મોત
, મંગળવાર, 18 જુલાઈ 2023 (16:08 IST)
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
FSL અધિકારીઓની તપાસમાં છતના સળિયા કાટ ખાઈ ગયા જોવા મળ્યા હતા
 
હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાત્રે ઘરમાં સુઈ રહેલાં માતા અને પુત્રી પર અચાનક ચાલુ પંખા સાથે છત પડતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતાં. 
 
માતા અને પુત્રી પર અચાનક ચાલુ પંખા સાથે છત પડી
પ્રાપ્ત વિગતો પ્રમાણે હિમતનગરમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ગઈકાલે રાતના સમયે ઘરમાં સુઈ રહેલા માતા અને પુત્રી પર અચાનક ચાલુ પંખા સાથે છત પડી હતી. જેમાં બંને જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને જણાને રાત્રે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતાં પણ ત્યાંના તબીબોએ બંનેને મૃત જાહેર કરતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બી ડિવિઝન પોલીસે આજે સવારે સિવિલમાં પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોધ્યો હતો. ઘટનાસ્થળે FSL અધિકારી સાથે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 
તપાસમાં છતના સળિયા કાટ ખાઈ ગયા જોવા મળ્યા
આજે સવારે સિવિલ હોસ્પિટલમાં બનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ તપાસમાં છતના સળિયા કાટ ખાઈ ગયા જોવા મળ્યા હતા અને ચાલુ પંખો કાટ ખાઈ ગયેલા સળિયામાંથી ક્લેમ્પ સહિત કાટમાળ સાથે માતા-પુત્રી પર પડ્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રીનું મોત થયું હતું. આ અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસે મૃતક મુમતાઝબાનુના ભાઈ જાકીર હુસેન મોહમદ સફી સાબુગરની જાણ આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહીઓ ગુમ થવાનો મામલો, ABVPના પૂર્વ કાર્યકરે જ આખો ખેલ પાડ્યો