Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દીકરીની હત્યા કરી પિતા પંખે લટકી ગયો

દીકરીની હત્યા કરી પિતા પંખે લટકી ગયો
, શનિવાર, 10 ડિસેમ્બર 2022 (16:48 IST)
કોરોનામા પત્ની ગુમાવનાર કપડવજનો યુવાન નિરાશાવાળી જીવન વિતાવતો હતો. તેમની એક પુત્ર ૧૦ વર્ષની દીકરી હતી. આ બાપ-બેટી કપડવંજના રત્નાકર માતા રોડ પર વિશ્વાસ આર્કેડ ફ્લેટના પાંચમા માળે ઘર નં.505માં રહેતા હતા. પત્નીના મૃત્યુ બાદ ભાવિક દુઃખી હતા અને સ્ટેટસમાં રોજ ફોટો રાખતા. ભાવિકભાઈ અને તેમની દીકરી ખૂબ જ સારા પડોશી હતા. તેમની પત્નીનું કોરોનામાં મૃત્યુ થયા બાદ રોજ તેઓ દુઃખી રહેતા હતા, પરંતુ કોઇને ખબર પડવા દેતા ન હતા.
 
પાડોશી વિનોદભાઈ સોનીના જણાવ્યા અનુસાર કપડવંજના રત્નાકર માતા રોડ પર વિશ્વાસ આર્કેડ ફ્લેટના પાંચમા માળે ઘર નં.505માં રહેતા ભાવિકભાઈ અને તેમની દીકરી ખૂબ જ સારા પડોશી હતા. તેમની પત્નીનું કોરોનામાં મૃત્યુ થયા બાદ રોજ તેઓ દુઃખી રહેતા હતા, પરંતુ કોઇને ખબર પડવા દેતા ન હતા. મારો દીકરો અને જોએલ દરરોજ સાથે ટ્યૂશન જતા હતા. આજે પણ તેને ટ્યૂશનમાં આવવાનું છે, તેવું પૂછવા મેં ભાવિકભાઈનો દરવાજો ખખડાવ્યો તો દરવાજો ખુલ્લો હતો. જેથી મેં દરવાજાને ધક્કો માર્યો તો જોયું કે તેમની લાશ લટકતી હતી. હું ગભરાઈ ગયો અને દોડીને ચોથા માળે જઇ પડોશી મોન્ટુભાઈને બોલાવી મ્યુ.સભ્યને ફોન કરતાં તેમણે પોલીસને જાણ કરી હતી.દીકરીની હત્યા કરી મૃત માતાના ફોટા જોડે સૂવડાવી દીધી...કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ એ.આર. ચૌધરી તથા પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આકસ્મિક મૃત્યુ અંગેની નોંધ કરીને વધુ તપાસ કરતાં ગઈકાલે બનેલી આ ઘટના વિશે જણાવ્યું હતું કે 40-45 વર્ષની ઉંમરની આ વ્યક્તિ જે ગળેફાંસો ખાધેલી હાલતમાં ફ્લેટમાં મળી આવી હતી તેમજ જોડે તેમની બાળકી પણ મૃત હાલતમાં મળી આવી હતી. મૃત બાળકીની બાજુમાં માતાનો ફોટો પણ હતો, જે કોરોનાકાળમાં ગુજરી ચૂક્યાં હતાં. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે ત્યાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં લખેલું હતું કે અમારા બંનેનો હવે જવાનો સમય થઈ ચૂક્યો છે, અમે જઈએ છીએ, ભૂલચૂક માફ કરજો. હાલ બંનેના પીએમ થઈ ચૂક્યા છે. જોકે ડોક્ટરે હજી સુધી કોઈ રિપોર્ટ આપ્યો નથી, પણ એવું નક્કી છે કે બાળકીને તેના પિતાએ જ મારી નાખી અને ખુદ ગળેફાંસો ખાઈ લીધો હતો. લગભગ 3 વાગ્યા આજુબાજુ આ ઘટના બનેલી હોવાનું જણાવ્યું હતુ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs BAN: ઈશાન કિશને ઐતિહાસિક બેવડી સદી ફટકારી, ક્રિસ ગેલથી લઈને રોહિત શર્મા સુધી બધાને પાછળ છોડી દીધા