Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 દિવસના બાળકને કચરામાં ફેંક્યો, 16 વર્ષની સગીર બાળકી નીકળી મા, બતાવ્યુ આ મોટુ કારણ

new born
, શનિવાર, 18 જાન્યુઆરી 2025 (16:43 IST)
Surat Infant Dumps in Garbage:  સૂરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કચરાના ડબ્બામાંથી એક નવજાત બાળક મળવાથી હડકંપ મચી ગયો. સ્થાનીક લોકોએ પોલીસને માહિતી આપી.  બીજી બાજુ જ્યારે પોલીસ બાળકને લઈને ન્યૂ સિવિલ હોસ્પિટલ પહોચે તો થોડીવાર પછી ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. નવાઈ તો ત્યારે લાગી જ્યારે જાણ થઈ કે આ બાળક ફક્ત એક દિવસનો હતો.  
 
CCTV ફુટેજથી ખુલ્યુ રહસ્ય  
પોલીસે બાળકના માતા-પિતાની શોધ શરૂ કરી. પોલીસની શોધ 16 વર્ષના સગીર પર સમાપ્ત થઈ. શરૂઆતમાં સગીરે તેને પોતાના બાળક તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો. પરંતુ જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે સગીર કચરાપેટીમાં કંઈક ફેંકતો જોવા મળ્યો. સીસીટીવી ફૂટેજ જોયા બાદ, સગીરે પોતાનો ગુનો કબૂલી લીધો અને પોલીસને આખી સત્ય જણાવી દીધું.
 
બાળકનો પિતા કોણ છે?
સગીર માતાએ પોલીસને જણાવ્યું કે તે તેના પાડોશી સાથે રિલેશનશિપમાં હતી, જેના કારણે તે પ્રેગનેંટ થઈ. જ્યારે પોલીસે બાળકના પિતા વિશે પૂછ્યું, ત્યારે સગીરે જણાવ્યું કે છોકરો પણ 16 વર્ષનો છે અને તેના પાડોશમાં રહે છે. પોલીસે યુવકની ધરપકડ કરી છે. છોકરીની માતાનો આરોપ છે કે યુવકે પીડિતા પર બળાત્કાર કર્યો હતો, જેના કારણે તે પ્રેગનેંટથઈ હતી.
 
છોકરીની હાલત નાજુક
સુરત ઝોન 4 ના ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું કે યુવતી પ્રેગનેંટ થયા પછી, છોકરાએ તેને કેટલીક દવાઓ આપી, જેના કારણે બાળકનો જન્મ સાતમા મહિનામાં થયો. સમય પહેલા જન્મ્યા પછી, છોકરીએ બાળકને કચરાપેટીમાં ફેંકી દીધું. બાળક આખી રાત કડકડતી ઠંડીમાં કચરામાં પડી રહ્યું. સવારે બાળકને જીવતો જોયા બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. જોકે, બાળકને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીની તબિયત ખૂબ જ નાજુક છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Champions Trophy 2025 માટે ભારતીય સ્ક્વૉડનુ એલાન, જાણો કોણ છે વાઈસ કેપ્ટન, બુમરાહ પર સસ્પેંસ ખતમ