ગુજરાતમાં ઠંડીનું મોજું યથાવત છે, જ્યારે બર્ફીલા પવનોને કારણે રાજ્યનું તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી. આગામી 2 દિવસમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. ગુજરાતમાં આજે તાપમાન 5 ડિગ્રીથી 13 ડિગ્રીની વચ્ચે રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે. આગામી 2 દિવસમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 6 ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તરાયણ પછી પણ ઠંડીનું વાતાવરણ ચાલુ રહેવાની શક્યતા છે
હવામાન વિભાગના અહેવાલ મુજબ ગત રાત્રે અમદાવાદમાં 12.3, ડીસામાં 9.2, ગાંધીનગરમાં 11.0, વિદ્યાનગરમાં 12.6, વડોદરામાં 12.8, સુરતમાં 16.0, દમણમાં 16.8, ભુજમાં 10.8, નલિયામાં 6.8 વરસાદ નોંધાયો હતો. કંડલા પોર્ટમાં 12.5, કંડલા એરપોર્ટ 9.1, અમરેલી 12.5, ભાવનગર 15.6, દ્વારકા 14.8, ઓખા 17.5, પોરબંદર 14.0, રાજકોટ 9.9, ચિરાગ 14.6, સુરેન્દ્રનગર 11.0, મહુવા 14.5 અને કેશોદ 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.