Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા

Cold wave
, શુક્રવાર, 27 ડિસેમ્બર 2024 (08:54 IST)
Weather Updates -  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવાર, 27 ડિસેમ્બરથી ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગોમાં એક મજબૂત ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થઈ રહ્યું છે.

જોકે વરસાદને લઇ હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી છે. ત્યારે વરસાદી ઝાપટાંના કારણે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમમાં લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. 

ત્રણ દિવસની આગાહી
આજથી ત્રણ દિવસ એટલે કે 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડની આગાહી વ્યક્ત કરી હતી.

દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 30 ડિસેમ્બર સુધી દેશભરમાં વરસાદ, હિમવર્ષા, કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે શિયાળાનું પ્રથમ વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે.
 
 
 
તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બને છે. આનાથી મધ્ય-ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પવનો મધ્ય ભારતમાં નીચા-સ્તરના પૂર્વીય પવનોના સંપર્કમાં આવવાની અપેક્ષા છે. આ સંપર્કને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે 27 અને 28 ડિસેમ્બરે સમગ્ર દેશમાં હવામાન ખરાબ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live Manmohan Singh Death Latest Updates: મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન, તેમના પાર્થિવ દેહને આજે અંતિમ દર્શન માટે મુકવામાં આવશે