Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

થલતેજ ગાર્ડનમાં મોનોલિથ માત્ર એક અફવા,નિકળ્યું સ્ટીલનું સ્ટ્રક્ચર

થલતેજ ગાર્ડનમાં મોનોલિથ માત્ર એક અફવા,નિકળ્યું સ્ટીલનું સ્ટ્રક્ચર
, શુક્રવાર, 1 જાન્યુઆરી 2021 (13:17 IST)
'એલિયન નિર્મિત' ત્રિકોણીય થાંભલાની અફવાના લીધે અમદવાદનો થલતેજ ગાર્ડન ચર્ચાનું કેન્દ્ર રહ્યો. પછી ખુલાસો થયો કે આ 6 ફૂટનો ત્રિકોણીય સ્ટીલનો થાંભલો છે. તેને વન્ય જીવ સંરક્ષણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી એક ખાનગી કંપની લગાવ્યો છે.  
 
આ થાંભલાને થલતેજના સિમ્ફની ગાર્ડનમાં લગાવવામાં આવ્યો હતો. મોનોલિથને મિસ્ટ્રી મોનોલિથ કહેવામાં આવે છે. મોનોલિથ થલતેજમાં જોવા મળતા જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકો કુતુહલવશ ભીડ ઉમટી હતી. 
webdunia
થલતેજના ખાનગી ગાર્ડનમાં મુકવામાં આવેલું મોનોલિથ એ અફવા છે, થલતેજમાં જે સ્ટ્રકચર મૂકવામાં આવ્યું તે પથ્થરનું નથી, પરતું સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. સ્ટીલના સ્ટ્રક્ચર પર લેટિટ્યૂટ નંબર લખવામાં આવ્યા છે. આ સ્ટ્રક્ચર ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. જો કે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
 
આ એક સ્ટ્રક્ચર છે જે સ્ટીલ ધાતુમાંથી બનાવમાં આવ્યું છે અને ખાનગી બિલ્ડર દ્વારા બનાવી મુકવામાં આવ્યું છે. જેના પર લેટિટ્યુટ નંબર પણ લખવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં જ આ સ્ટ્રક્ચર ગાર્ડનમાંથી હટાવામાં પણ આવશે.
 
અત્યાર સુધી દુનિયાના 30 અલગ અલગ શહેરોમાં જોવા મળેલા મિસ્ટ્રી મોનોલિથ હવે અમદાવાદના થલતેજ વિસ્તારમાં જોવા મળ્યો હોવાની ખબર પડતાં લોકોની ભીડ જામી હતી. પાર્કમાં કામ કરનાર માળીએ જણાવ્યું હતું કે શનિવાર સાંજ સુધી અહીં કોઇ સ્ટ્રક્ચર ન હતું. પરંતુ રવિવારે સવારે જ્યારે તે ડ્યૂટી પર આવ્યો તો સ્ટીલનું સ્ટ્રક્ચર જોઇને ચોંકી ગયો હતો. તેણે ગાર્ડન મેનેજરને જણાવ્યું હતું. ત્યારબાદ ઘણા લોકોને પૂછપરછ કરવામાં આવી, પરંતુ બધાએ પ્રથમવાર જોયો હોવાની વાત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તાંત્રિકે પત્નીની 'નિવસ્ત્ર વિધિ' કરવાના બહાને પતિ-દિયરને રૂમની બહાર મોકલી દીધા અને...!