Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યના 4 શહેરોને કરફ્યું મળી રાહત, કેબિનેટની બેઠકમાં લેવાયો આ નિર્ણય

રાજ્યના 4 શહેરોને કરફ્યું મળી રાહત, કેબિનેટની બેઠકમાં લેવાયો આ નિર્ણય
, ગુરુવાર, 31 ડિસેમ્બર 2020 (10:39 IST)
વર્ષ 2020ના અંતમાં ભલે કોરોના નબળો પડી છે, રાજ્યમાં સતત કોરોના સંક્રમિતોના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. પરંતુ સરકારા દ્વારા આ વખતે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં કોઇ છૂટછાટ આપી નહી. તેમજ આ વખતે સરકારે તમામ પતંગોત્સવના કાર્યક્રમો રદ કરી દીધા છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત રાત્રિ કરફ્યું વાળા શહેરોમાં ભીડ એકઠી થવા દેશે નહી. બુધવારે કેબિનેટની બેઠકમાં નવા વર્ષના પહેલાં દિવસથી કરફ્યુંમાં એક કલાકની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફયુનો સમય તા.1 જાન્યુઆરી-2021થી રાત્રિના 10 વાગ્યાથી કરવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તા.1 જાન્યુઆરી-2021થી રાત્રિ કરફયુ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીએ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુની આ સમય વ્યવસ્થા તા. 16 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોના બેકાબૂ બનતાં રાજ્યમાં સ્થિતિ સર્જાઇ હતી અને તેના કારણે સૌથી રાજ્યમાં અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ ખુટવા લાગ્યા હતા. ત્યારે સ્થિતી વિકટ થતી જોઇને તંત્ર દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનાં કરફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. 
 
બુધવારે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 799 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 834 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 7 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 2,44,258 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 2,29,977 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,302 પર પહોંચ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાને લીધે નવા વર્ષ ફીકો રહેશે, દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ, મુંબઈમાં સેક્શન 144