Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયો

દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયો
, સોમવાર, 3 એપ્રિલ 2023 (10:44 IST)
ઉત્તરપૂર્વી સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડતો મેળો એટલે માધવપુરનો મેળો. ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે  ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ અંતર્ગત શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજી નું ભવ્ય સ્વાગત સત્કાર કરવાનુ  સૌપ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું હતું. 
 
રવિવારે તા.૦૩ એપ્રિલના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી ભવ્ય વિવાહ સત્કાર કાર્યક્રમનું આયોજન સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ ઉપક્રમે આયોજિત થનાર છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આસામ રાજ્યના મુખ્યમંત્રી હેમંતા બિશ્વા શર્મા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમાં ખાંડુ તેમજ કેન્દ્રિય રાજ્યમંત્રી મીનાક્ષી લેખી તેમજ ગુજરાત સરકારના મંત્રીઓ ઊપસ્થિત રહ્યા હતા. 
 
કાર્યક્રમમાં સાંજે હાથી ગેટ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ત્યારબાદ મંદિર ચોક, રુક્ષ્મણી મંદિર અને રસ્તામાં આવતા રૂટ પર નીકળનાર શોભાયાત્રા નું પણ સ્વાગત કરાશે સૌપ્રથમ હર્ષદ ખાતે પણ બપોરે ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસ, દ્વારકા પાછળના ગ્રાઉન્ડ ખાતે મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
 
દ્વારકા ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવો ઉપરાંત ભક્તો તેમજ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ બનાવી આ કાર્યક્રમ સુંદર રીતે યોજાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઊનામાં રામનવમીના દિવસે નફરતી ભાષણના કેસમાં ‘કાજલ હિંદુસ્તાની’ સામે ગુનો દાખલ, અન્ય 75ની અટકાયત