Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lord Krishna- શ્રી કૃષ્ણ વિશે ગુજરાતી નિબંધ

webdunia
સોમવાર, 15 ઑગસ્ટ 2022 (16:22 IST)
પૃથ્વીના ભારને ઓછો કરે છે. આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્ય મંવંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. હકીકત તો તે હતી કે આ સમયે ચારે બાજુ પાપકૃત્ય થઈ રહ્યાં હતાં. ધર્મ નામની બધી જ વસ્તુઓ મરી પરવારી હતી. જેથી કરીને ધર્મને સ્થાપીત કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.
 
શ્રીકૃષ્ણની અંદર એટલા બધા અમિત ગુણો હતાં કે તેમને પોતાને પણ જાણ ન હતી. પછી અન્યની તો વાત જ શુ કરવાની? બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે આવી રીતે કૃષ્ણનું ગુણાનુવાદ અત્યંત પવિત્ર છે. શ્રીકૃષ્ણથી જ પ્રકૃતિ ઉત્પન્ન થઈ હતી. સંપુર્ણ પ્રાકૃતિક પદાર્થ, પ્રકૃતિના કાર્ય સ્વયં શ્રીકૃષ્ણના હાથમાં જ હતું. શ્રીકૃષ્ણએ આ પૃથ્વી પરથી અધર્મને જળમૂળથી ઉખાડી ફેંક્યો અને તેની સ્થાને ધર્મને સ્થાપિત કરી દિધો. બધા જ દેવતાઓમાં શ્રીકૃષ્ણ જ એવા હતાં જે આ પૃથ્વી પર સોળ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતાં. તેમણે જે પણ કાર્યો કર્યા તેને પોતાના મહત્વપુર્ણ કાર્યો સમજ્યાં હતાં. પોતાના કાર્યોને સિદ્ધ કરવા માટે તેમણે સામ-દામ- દંડ- ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. કેમકે તેમનો આ પૃથ્વી પર અવતાર લેવાનો એક જ ઉદ્દેશ્ય હતો કે પૃથ્વી [પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવો. પોતાના આ ઉદ્દેશ્યને પુર્ણ કરવા માટે તેમને જે યોગ્ય લાગ્યું તે તેમણે કર્યું. તેમણે કર્મ વ્યવસ્થાને સર્વોપરી માની કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને જ્ઞાન આપતાં તેમણે ગીતાની રચના કરી હતી જે આજના કળયુગની અંદર હિંદુ ધર્મમાં સૌથી મહત્વની છે.
 
 
આપણા શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસને જન્માષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામ ધુમથી ઉજવવામાં આવે છે.
 
ભગવાન વિષ્ણુએ જે અવતારો ધારણ કર્યાં એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો. અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.
 
શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતા.તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે  ઓળખાયાં. પૃથ્વી પર શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે. શ્રી કૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે. ભારતના ગામેગામ શ્રી કૃષ્ણની અને રાધા-કૃષ્ણની વિવિધ અંગ ભંગી વાળી સુંદર મુતીઓ અને રંગીન આકર્ષક ફોટાઓ  ભક્તિભાવથી પૂજાય છે. મહાભારતના યુદ્ધ વખતે કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને થયેલ સમ્મોહને દુર કરીને એને યુદ્ધ માટે તૈયાર કરવા માટે તેમણે ગીતાનું જે જ્ઞાન આપ્યું એ શ્રીમદ ભગવદ ગીતા તરીકે વિશ્વમાં અમર થઇ ગયું.
 
ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે.સમગ્ર મહાભારતનું નવનીત મહર્ષિ વેદ વ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોકો દ્વારા અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વને પીરસ્યું છે.ગીતા એ જીવન યોગ છે.જીવનના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે.જીવન કેમ જીવવું એની કળા ગીતા આપણને શીખવે છે.
દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન છુપાઈને બેઠેલો હોય છે.જ્યારે અર્જુન તત્વમાં યોગેશ્વર કૃષ્ણનું તત્વ ભળે એટલે જે જીવન સંગીતનું ગાન પ્રગટે એ જ ગીતા.કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતાં કરતાં અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે.આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઊંડેથી રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીત પ્રગટાવીએ.
 
શ્રી કૃષ્ણ ના 108 નામ
આદિત્ય- અદિતિ દેવીનો પુત્ર.
નિરંજન- સૌથી શ્રેષ્ઠ.
મોહન- તે જે બધાને આકર્ષિત કરે છે.
વિશ્વામૂર્તિ- સંપૂર્ણ બ્રહ્માંડનું સ્વરૂપ.
વૃષ્પર્વ- ધર્મના ભગવાન.
શ્રીકાંત- અદભૂત સૌન્દર્યનો સ્વામી.
જ્યોતિરાદિત્ય- જેની પાસે સૂર્યની તેજ છે.
અર્ધચંદ્રાકાર- જેનો આકાર નથી.
સ્વર્ગપતિ- સ્વર્ગનો રાજા.
કેશવ- જેની પાસે લાંબા, કાળા વાળ છે.
હરિ- પ્રકૃતિના ભગવાન.
આદેવ- દેવતાઓના દેવ
સુમેધ- સર્વ
અનંતા- અનંત દેવ.
જગતગુરુ- બ્રહ્માંડના ગુરુ.
સદ્ગુણ- શુદ્ધ વ્યક્તિત્વ.
શ્યામસુંદર- શ્યામ રંગમાં પણ સુંદર દેખાતી.
સુદર્શન- રૂપ વાન.
બાલ ગોપાલ- ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ.
જયંતા- બધા દુશ્મનોને પરાજિત કરનાર.
માધવ- જ્ઞાન નો ભંડાર.
નારાયણ- બધાં ને શરણ આપનાર.
જ્ઞાનેશ્વર- સર્વ જ્ઞાની દેવ.
વિશ્વરૂપ- બ્રહ્માંડના લાભ માટે સ્વરૂપ ધારણ કરનાર એક દેવ.
લક્ષ્મીકાંત- દેવી લક્ષ્મીના દેવતા.
શાંતાહ- શાંત ભાવના ધરાવનાર દેવ.
પ્રજાપતિ- સર્વ જીવોનો ભગવાન.
પરબ્રહ્મ- સંપૂર્ણ સત્ય.
વિશ્વદક્ષિણા- કુશળ અને કાર્યક્ષમ દેવ.
વૈકુંથનાથ- સ્વર્ગનો રહેવાસી.
જગન્નાથ- આખા બ્રહ્માંડના દેવ.
ત્રિવિક્રમા- ત્રણેય વિશ્વનો વિજેતા.
મદન- પ્રેમનું પ્રતીક.
કૃષ્ણ- શ્યામ રંગ.
અનાયા- જે દેવ નો કોઈ માલિક નથી.
પુરુષોત્તમ- સૌથી શ્રેષ્ઠ માણસ.
ગોવિંદા- ગાય, પ્રકૃતિ, જમીનનો પ્રેમી દેવ.
પદ્મનાભ- જેની પાસે કમળ આકારની નાભિ છે.
સુરેશમ- બધા જીવોનો ભગવાન.
સહસ્ત્ર પ્રકાશ- હજાર આંખોવાળા દેવ.
મનમોહન- એક દેવ જે બધાને મોહિત કરે છે.
અનંતજિત- હંમેશા વિજયી દેવ.
પદ્મહસ્તા- જેની પાસે કમળ જેવા હાથ છે.
સનાતન- જેઓ ક્યારેય સમાપ્ત થવાના નથી.
અમૃત- જેનું સ્વરૂપ અમૃત જેવું છે.
સત્યના શબ્દો- જેઓ હંમેશા સત્ય કહે છે.
યોગીનપતિ- યોગીઓનો ભગવાન.
વિશ્વાત્મા- બ્રહ્માંડનો આત્મા.
જગદીશા- સર્વનો રક્ષક.
પરમાત્મા- સર્વ જીવોનો દેવ.
કરુણાત્મક- કરુણા નો ભંડાર.
મનોહર- ખૂબ જ સુંદર દેખાવવાળા દેવ.
ચતુર્ભુજ- ચાર ભુજા સાથેના દેવ.
કંજલોચન- જેની આંખો કમળ જેવી હોય છે.
આનંદ સાગર- જે એક દયાળુ દેવ છે.
જનાર્દન- એક દેવ જે બધાને વરદાન આપે છે.
યાદવેન્દ્ર- યદવ વંશનો વડા.
મધુસુદન- જેણે મધ રાક્ષસોનો વધ કર્યો.
વિશ્વકર્મા- બ્રહ્માંડનો સર્જક.
અદભુત- અદભુત ભગવાન શ્રી કૃષ્ણ.
સર્વેશ્વર- બધા દેવતાઓ થી ઉચ્ચ દેવ.
દ્વારકાધીશ- દ્વારકાના શાસક.
દાનવેન્દ્રો- વરદાન આપનાર દેવ.
લોકધ્યક્ષ- ત્રણ જગતનો સ્વામી.
બાલી- સર્વ શક્તિમાન.
અજય- જીવન અને મૃત્યુ ના અંતર નો વિજેતા.
રવિલોચન- જેની આંખ સૂર્ય જેવું તેજ ધરાવે છે.
અચ્યુત- અચૂક ભગવાન કે જેણે ક્યારેય ભૂલ કરી નથી.
દયાનિધિ- એક દેવ જે સર્વ પર દયાળુ છે.
કામસંતાક- જેણે કંસનો વધ કર્યો.
અનાદિહ- જે પ્રથમ દેવ છે.
યોગી- સૌના મુખ્ય ગુરુ.
અક્ષરા- અવિનાશી દેવ.
પાર્થસારથિ- અર્જુનનો સારથિ.
શ્રેષ્ટ- મહાન.
મહેન્દ્ર- ઇન્દ્રના દેવ.
મોર- દેવ જે તાજ પર મોરના પીંછા પહેરે છે.
નિર્ગુણ- જેમાં કોઈ ગુણ નથી.
સહસ્રપત- જેની પાસે હજારો પગ છે.
અવયુક્ત- રૂબી જેવા સાફ વર્ણ વાળા દેવ.
મુરલી- વાંસળી વગાડનાર દેવ.
અજન્મ- જેની શક્તિ અમર્યાદિત અને અનંત છે.
બિશપ- ધર્મના દેવ.
અનિરુદ્ધ- જેને રોકી શકાતો નથી.
ગોપાલ- ગાયો ચારતો ગોવાળ.
વાસુદેવ- જે વિશ્વ માં બધીજ જગ્યા એ હાજર છે.
મુરલીધર- જે મુરલી વગાડે છે.
ઉપેન્દ્ર- ઇન્દ્રના ભાઈ.
ગોપાલપ્રિયા- ગૌરક્ષકોનો પ્રિય.
શ્યામ- જેઓ શ્યામ રંગ ધરાવે છે.
સાક્ષી- બધા દેવતાઓનો સાક્ષી
મુરલી મનોહર- એક જે મુરલી વગાડી સૌને મોહિત કરે છે.
દેવાધિદેવ- દેવતાઓ નો દેવ.
કમલનાથ- દેવી લક્ષ્મીના દેવ.
નંદ ગોપાલ- નંદ ના પુત્ર.
સર્વજન- બધુ જાણવું.
અચલા- પૃથ્વી.
સત્યવત- શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા દેવ.
હિરણ્યગર્ભ- સૌથી શક્તિશાળી સર્જક.
ઋષિકેશ- બધી ઇન્દ્રિયો આપનાર.
દેવકીનંદન- દેવકીના પુત્ર.
વિષ્ણુ- ભગવાન વિષ્ણુનું સ્વરૂપ.
સહસ્રજિત- હજારો પર વિજેતા હાસિલ કરનાર.
કમલનાયણ- જેની આંખો કમળ જેવી હોય છે.
પરમ પુરુષ- શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથેનો એક દેવ.
દેવેશ- દેવનો પણ ભગવાન.
અપરાજિત- જેને પરાજિત કરી શકાતા નથી.
સર્વપાલક- જે બધાને પાળે છે.
 

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Essay - જન્માષ્ટમી નિબંધ