જસદણના ચૂંટણી જંગમાં સી.એમ. રુપાણીની કેમ એક પણ સભા કેમ ન થઇ ?
, મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (14:53 IST)
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી હવે માત્ર એક પેટા ચૂંટણી નથી રહી. પરંતુ આગામી લોકસભાની ચૂંટણીના રાજકિય હવામાનનું બેરોમીટર બની રહેશે. આવી મહત્વની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના ટોચના નેતા વિજય રૂપાણીને મેદાનમાં કેમ ઉતારવામાં આવ્યા એ રાજકિય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે.
વિજય રૂપાણી જસદણમાં ફરક્યા નહી તેની પાછળ ભાજપે એવુ કારણ આપ્યુ છે કે ભાજપ માટે આ કોઇ મોટી ચૂંટણી નથી. અને મુખ્યમંત્રીને મેદાનમાં ઉતારવવાની જરૂર નથી. જો આ જવાબ પ્રમાણીક હોય અને ભાજપના ઉમેદવાર આ ચૂંટણી જીતી જશે તો ભાજપનો આત્મવિશ્વાસ સાચો પડશે. પરંતુ પરિણામ વિપરિત આવ્યુ તો આ પરાજયની જવાબદારી કોની ? વિજયભાઇને તેમાંથી બાકાત રખાશે ? ભાજપ અને કોંગ્રેસના કેમ્પમાં પણ હોટ ટોપિક બનેલા મુખ્યમંત્રીની ગેરહાજરીમાં ત્રણથી ચાર મુદા ચર્ચાય છે.
જેમાં સૌ પ્રથમ એક મુદો એવો છે કે જો જસદણમાં ભાજપનો પરાજય થતો હોય તો એ પરાજયની માટલી એકલા વિજય રૂપાણી ઉપર ન ફોડાય એ માટે તેમને પ્રચારથી દૂર રાખવામાં આવ્યા હોય. બીજો મુદો ખુદ રૂપાણીને ખુદને પરાજયની ગંધ આવી ગઇ હોય અને જસદણની ચૂંટણીથી કિનારો કરવાનું મુનાસિબ લાગ્યુ હોય તેવી પણ ધારણા થાય છે. ત્રીજુ એક એવુ તારણ પણ નિકળે છે કે, ભાજપ ખરેખર જીતે અને આ આત્મવિશ્વાસ સાચો પડે તો કોંગ્રેસના કેમ્પમાંથી જસદણના પરિણામો બાદ ગુજરાત પુરતી તો હવા નિકળી જ જશે.
આ તમામ મુદા વચ્ચે જસદણની શેરોઓમાથી ગામડાઓના સરપંચો , સભ્યો અને રાજકિય રંગે રંગાયેલા લોકોમાં થતી ચર્ચા મુજબ જસદણમાં ભાજપની સભામાં મેદની લાવવી મૂશ્કેલ બની છે. જે મેદની આવે છે એ ભાજપના નેતાઓ અને કાર્યકરોને ફરજ સોંપાઇ છે તેમના દ્વારા આવે છે. પરંતુ જનતામાંથી ઉલટભેર એક સમયે ભાજપના નેતાઓને સાંભળવા મતદારો આવતાં હતાં તે હવે ઘટી રહયા છે .
મુખ્યમંત્રીની સભા હોય તો દસેક હજાર લોકોની મેદની કરવી પડે. જે માત્ર કાર્યકરોથી કરવામાં આવે તો જસદણમાં ગોઠવાયેલુ ભાજપનું ચૂંટણી તંત્ર એટલા સમય પૂરતું તુટી જાય. એટલું જ નહી હાલ એવી સ્થીતિ પણ નથી કે ભાજપ કોઇ ગામડા કે બુથ આવી સભા માટે રેઢા મૂકી શકે તેમ નથી. આમ ગુજરાતના નાથને જસદણના જંગથી દૂર રાખવાની ભાજપની ચાલ દરેક રીતે રક્ષણાત્મક છે.
આગળનો લેખ