Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં મેઘમહેર, મનમૂકીને વરસ્યા મેઘરાજા, અતિવૃષ્ટિની સંભાવના

ગુજરાતમાં મેઘમહેર, મનમૂકીને વરસ્યા મેઘરાજા, અતિવૃષ્ટિની સંભાવના
, શનિવાર, 13 જૂન 2020 (12:00 IST)
ગુજરાતમાં મોનસૂન સક્રિય થઇ ગયું છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર રવિવારે 14 જૂનથી સતત બે દિવસ સુધી નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, તથા સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં આગામી 24 કલાકમાં નૈઋત્યનું ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઇ શકે છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે રવિવારથી દક્ષિણ ગુજરાતના નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના રાજકોટ-ભાવનગર-અમરેલી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
અમદાવાદમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે એકાએક મૂશળાધાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવનના લીધે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ઠેર-ઠેર હોર્ડિંગ્સ ઉડી ગયા હતા. વરસાદના કારણે લોકો ગરમી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગત 24 કલાકમાં રાજ્યમાં કુલ 73 તાલુકામાં અડધાથી બે ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ બાદ મોડી રાત્રે ભારે પવન સાથે એકાએક વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંકડ પ્રસરી જવા પામી હતી. આગામી બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 
 
નૈઋત્યના ચોમાસાની આ ગતિ યથાવત રહી તો આગામી ૨૫ જૂન સુધીમાં અમદાવાદમાં પણ ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થાય તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યનું ચોમાસું મધ્ય અરેબિયન સમુદ્ર, મુંબઇ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગ, ઓડિશા-પશ્ચિમ બંગાળ, છત્તિસગઢના વધુ કેટલાક ભાગ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ, દક્ષિણ મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહારમાં પહોંચે તેના માટે સાનૂકૂળ સ્થિતિ સર્જાઇ છે.
 
ભારે પવન અને વીજળીનાં કડાકા સાથે મોડી રાતે ભાવનગરમાં 1 ઈંચ અને ગોંડલમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગોંડલ પંથકનાં મોવિયા, દેરડી અને વેકરી સહિતના ગામોમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો

જાણો ગુજરાતના કયા તાલુકામાં કયા કેટલો વરસાદ પડ્યો?
 
મહેસાણાના વિજાપુરમાં 5.5 ઈંચ
અમદાવાદના દેત્રોજમાં 3.7 ઈંચ
વડોદરાના કરજણમાં 3.6 ઈંચ
ખેડના માતરમાં 3.1 ઈંચ
મહેસાણાના બેચરાજીમાં 2.7ઈંચ
સાબરકાંઠાના પ્રાંતિજ 2.7 ઈંચ
પાટણના રાધનપુરમાં 2.4 ઈંચ
ખેડાના વસોમાં 2.4 ઈંચ
ભરૂચના વાગરામાં 2.4 ઈંચ
પંચમહાલના હાલોલમાં 2.2 ઈંચ
આણંદના તારાપુરમાં 2.1 ઈંચ
મહીસાગરના લુણાવાડમાં 2.1 ઈંચ
નર્મદાના ગરુડેશ્વરમાં 2.1 ઈંચ
સાબરકાંઠાના હિંમતનગરમાં 2 ઈંચ.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થયો છેલ્લા ૨૪ કલાકમાં 186 તાલુકામાં વરસાદ વરસ્યો
 
છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં સવા છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
 
અમદાવાદના દેત્રોજમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો
 
વડોદરાના કરજણમાં સવા ત્રણ ઇંચ વરસાદ
 
ખેડાના માતરમાં ત્રણ ઇંચ વરસાદ
 
મહેસાણાના બહુચરાજીમાં અને સાબરકાંઠાના પ્રાંતિજ માં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ
 
રાજ્યના ૧૩ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડયો
 
રાજ્યના 64 તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે કોરોના પર શું હશે રણનીતિ ? પીએમ નરેન્દ્ર મોદી 16 અને 17 જૂને બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંથન કરશે