Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના સંકટ પર બોલ્યા રાહુલ ગાંધી - લૉકડાઉનથી વાઇરસને હરાવી નહીં શકાય, પણ એક થઈને લડીશુ તો જ જીતશે હિન્દુસ્તાન

કોરોના સંકટ પર બોલ્યા  રાહુલ ગાંધી - લૉકડાઉનથી વાઇરસને હરાવી નહીં શકાય, પણ એક થઈને લડીશુ તો જ જીતશે હિન્દુસ્તાન
, ગુરુવાર, 16 એપ્રિલ 2020 (15:31 IST)
રાહુલ ગાંધીએ વીડિયો દ્વારા પત્રકારપરિષદ ચાલી રહી છે. એમની પત્રકારપરિષદની મુખ્ય વાતો 
- લૉકડાઉનથી થોડી વખત વાઇરસને પૉઝ કરી શકાશે પંરતુ લૉકડાઉનથી વાઇરસને હરાવી નહીં શકાય.
- દેશની કુલ સરેરાશ ટેસ્ટિંગ પ્રતિજિલ્લા 350 જેટલી પણ નથી.
- સરકારે મહત્ત્મ ટેસ્ટિંગ કરે અને તે ખાસ રણનીતિથી કરવું. ટેસ્ટિંગ લેવલ ઓછું થઈ રહ્યું છે અને કોઈ રણનીતિ વગર થઈ રહ્યું છે.
- લૉકડાઉન પછી ઍક્ઝિટ રણનીતિ શું હશે એ નક્કી કરવું પડે અને એમાં વાર ન થવી જોઈએ.
- મને દુખ થાય છે કે અનાજનો જથ્થો લોકો સુધી નથી પહોંચ્યો.
- આ નેશનલ મુદ્દો છે, સુરક્ષાનો મુદ્દો છે અને કટોકટીની સ્થિતિ છે.
- જો સરકાર કોઈ બાબતો ખોલવા પણ માગતી હોય તો પણ એમાં રણનીતિ હોવી જોઈએ. તમે દેશમાં બે બેઝિક ઝોન ક્રિએટ કરવા પડે.
- જ્યારે તમે લોકોને લૉક કરો છો તો વાઇરસ લૉક થઈ જાય છે પંરતુ જેવું તમે લૉક ખોલો છો.
- અર્થતંત્ર પર ભારણ વધશે. અર્થતંત્રનો મોટો હિસ્સો લોકોને બચાવવામાં લાગશે. એમાં ચોક્કસ રણનીતિ હોવી જોઈએ. એ પણ જોવું પડે કે લોકોને બચાવવામાં અર્થતંત્ર ન પડી ભાંગે.
- કેન્દ્ર સરકારે મુખ્ય મંત્રીઓને વધારે સત્તા આપવી જોઈએ. જે થઈ ગયું છે એ થઈ ગયું છે પરંતુ હું ચોક્કસ રણનીતિથી લૉકડાઉન ખુલે તે જોવું જોઈએ. હું  રણનીતિ આધારિત કામ થાય એની વકીલાત કરું છું.
-ગરીબોને આપી શકાય એટલા પૈસા આપો પરંતુ આવનારા સમયમાં જે તંગી સર્જાવાની છે એના પર પણ ધ્યાન આપવું પડશે.
- આ લડાઈ હજી શરૂ થઈ છે. એમાં આજે વિજય ઘોષિત કરવો ખૂબ ખોટું ગણાશે.
- હું બાકીના દેશોની નહીં પરંતુ હિંદુસ્તાન જે કરી રહ્યું છે એની ફિકર કરું છું. બાકીના દેશો ભારત જેવા કૉમ્પિલિકેટેડ નથી અને મોટા નથી.
- કોવિડ સામેની લડાઈ ટેસ્ટિંગ વગર નહીં જીતી શકાય. અત્યારે આપણે વાઇરસને ચૅઝ કરીને એની પાછળ દોડી રહ્યાં છે. આપણે રૅન્ડમ ટેસ્ટિંગ કરીશું તો એને રોકી શકીશું નહીં તો એ હાથમાં જ નહીં આવે.
- ગોડાઉનમાં અનાજ છે એ લોકો સુધી 10 દિવસ પહેલાં જ આપી દેવાની જરૂર હતી. ગોડાઉનો ખૂબ ભરેલા છે અને એ આગામી સમયમાં તો ગોડાઉન વધારે ભરાશે.
- નરેન્દ્ર મોદીએ શું ભૂલો કરી એ કોવિડને હરાવી દઈએ પછી કહીશ.
- હું નરેન્દ્ર મોદી સાથે અનેક વાતે અસંમત છું પણ આ એમની સાથે લડવાનો ટાઇમ નથી.આ આપણા દેશની પરીક્ષા છે. જો હિંદુસ્તાન એકસાથે રહેશે તો આપણે આસાનીથી કોરોનાને હરાવી દેશે.
- કૅડ્રિટ જેને લેવી હોય એ લઈ લે, અમારું કામ આવા સમયે રચનાત્મક સૂચન કરવાનું છે. સરકાર માને કે ના માને અમે અમારુ કામ કરતા રહીશું.
- કોરોના પછી ભારતીય લોકતંત્ર બદલાશે એવી શક્યતા છે ખરી પરંતુ હાલ વાઇરસને હરાવવો જરૂરી.
- સરકારના પૅકેજ બાબતે કહ્યું કે જે લોકોને આપવામાં આવ્યું છે તે પૂરતું નથી. એમાં મોટો વધારો થવો જોઈએ.
- જો સરકાર ઝડપથી પગલાં નહીં લે તો સામાજિક સંઘર્ષ ઊભો થશે.
- ઉતાવળમાં વિજય મેળવી લીધો એવા મૂડમાં આવી જવાની જરૂર નથી. છેલ્લી ઘડી સુધી લડવું પડવું.
- લૉકડાઉનમાં પોતાના ઘરે પહોંચેલાં પાકિસ્તાની નાગરિકોએ ભારતનો આભાર માન્યો
- ભારતમાં લૉકડાઉનના કારણે ફસાયેલાં પાકિસ્તાનના નાગરિકો હવે પોતાના ઘરે પહોંચી ગયા છે.
 
અમૃતસરથી વરિષ્ઠ પત્રકાર રવિંદર સિંહ રૉબિને બીબીસીને કહ્યું કે પાકિસ્તાન હાઈ કમિશને 14 એપ્રિલે ભારત સરકારને વિનંતી કરી હતી કે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ફસાયેલાં તેમના નાગરિકોને અટારી-વાઘા બૉર્ડરથી જવા દેવામાં આવે.ભારત સરકારે તેમની આ વિનંતીનો સ્વીકાર કરીને તેમના માટે વ્યવસ્થા કરી દીધી અને ગુરુવાર 41 પાાકિસ્તાનના નાગરિકો પોતાના ઘરે પહોંચી ગયા.
પાકિસ્તાન પહોંચ્યા પછી તેમણે ભારત અને પાકિસ્તાન બંને દેશોનો આભાર માન્ય છે.
 
ભારતમાં 20 એપ્રિલ બાદ કોને કેટલી છૂટ મળશે?
દેશમાં તા. ત્રીજી મે સુધી લૉકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે,જેના પરિણામે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નવેસરથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
જેમાં કોરોનાની અસરથી મુક્ત હોય તેવા વિસ્તારોમાં અમુક પ્રવૃત્તિઓને સશર્ત આંશિક છૂટછાટો આપવામાં આવી છે, જેનો હેતુ 'ખેડૂતો તથા રોજમદારોને રાહત આપવા'નો હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ 205 ભારતીય નાગરિકો પાકિસ્તાનમાં ફસાયેલાં છે જ્યારે અંદાજે 100 પાકિસ્તાનના નાગરિકો ભારતમાં ફસાયેલાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંત્રીમંડળની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો, છૂટછાટ આપવા માટેના માસ્ટર પ્લાનને અપાયો આખરી ઓપ